મને નહોતી ખબર કે PM માટે વાપરેલો શબ્દ અભદ્ર છે: મણિશંકર ઐયર

Network18 | News18 Gujarati
Updated: December 7, 2017, 7:44 PM IST
મને નહોતી ખબર કે PM માટે વાપરેલો શબ્દ અભદ્ર છે: મણિશંકર ઐયર
પ્રધાનમંત્રી મોદી માટે અપશબ્દ વાપરનારા મણિશંકર ઐયરે પ્રેસ કોન્ફરન્સ યોજીને સ્પષ્ટતા આપી છે. તેમનું કહેવું છે કે, મને ખબર નહતી કે નીચનો અર્થ આવો થાય છે. મે તેમને નીચ કહ્યું તે વાત સાચી છે. હું હિન્દી ભાષી નથી. મારા નીચ શબ્દનું ખોટું અર્થઘટન થયુ છે
Network18 | News18 Gujarati
Updated: December 7, 2017, 7:44 PM IST

નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદી માટે અપશબ્દ વાપરનારા મણિશંકર ઐયરે પ્રેસ કોન્ફરન્સ યોજીને સ્પષ્ટતા આપી છે. તેમનું કહેવું છે કે, મને ખબર નહતી કે નીચનો અર્થ આવો થાય છે. મે તેમને નીચ કહ્યું તે વાત સાચી છે. હું હિન્દી ભાષી નથી. મારા નીચ શબ્દનું ખોટું અર્થઘટન થયુ છે. હું અંગ્રેજી શબ્દ Low તેમનાં માટે વાપરવા માંગતો હતો. તેથી મે હિન્દીમાં નીચ શબ્દ વાપર્યો. મારો ઇરાદો


તેમને અપશબ્દ બોલવાનો ન હતો. તેમણે વધુમાં કહ્યું કે, હું કોંગ્રેસનો ઔપચારિક પ્રવક્તા નથી. હું મારી ભૂલ માટે સ્પષ્ટતા કરવા માંગુ છું. આજે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે પીએમ વિશે નીચ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેનો જવાબ પીએમ મોદીએ સંબોધનમાં આવ્યો હતો. જે બાદ મણિશંકર ઐયરે પ્રેસ કોન્ફરન્સ યોજી સ્પષ્ટતા આપી હતી.


મણિશંકર ઐયરે વાપરેલા નીચ શબ્દ પર પીએમ મોદીનો જવાબહું હાથ જોડીને વિનંતી કરું છું કે, જેમણે મારા માટે આ શબ્દપ્રયોગ કર્યો છે, તેમને કોઈપણ એક પણ શબ્દ બોલે નહિ. -નરેન્દ્ર મોદી


ટ્વિટર પર પણ વિરુદ્ધ ન બોલે. તેમણે જે કર્યું તે તેમને મુબારક. તમારા દિલમાં આ પ્રકારની માનસિકતા સામે રોષ હોય તો કમળના નિશાન પર બટન દબાવીને ઉચ્ચ કામ કરવાનું છે. મને ભલે નીચ જાતિનો કહ્યો, પણ મારી તમને વિનંતી છે કે, કોઈ મર્યાદા ગુમાવે નહિ,
અપશબ્દો બોલે નહિ, જાહેર જીવનનું માનમર્યાદા ભાજપના સંસ્કારો છે તે બતાવો. આ પ્રકારના લોકોને પાઠ ભણાવવાનો ઉત્તમ રસ્તો મતપેટી છે.First published: December 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर