Home /News /gujarat /

ઐયરે જ્યારે જ્યારે મોઢું ખોલ્યું મોદીને થયો ફાયદો! વાજપેયીને કહી ચુક્યા છે 'નાલાયક'

ઐયરે જ્યારે જ્યારે મોઢું ખોલ્યું મોદીને થયો ફાયદો! વાજપેયીને કહી ચુક્યા છે 'નાલાયક'

પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐયરનું નામ ભારતીય રાજકારણમાં બહું જાણીતું છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે ઐયરે મોદીને નીચ કહીને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐયરનું નામ ભારતીય રાજકારણમાં બહું જાણીતું છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે ઐયરે મોદીને નીચ કહીને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો છે.

નવી દિલ્હીઃ પીએમ મોદીને નીચ કહેનારા મણિશંકર ઐયરને વિવાદ સાથે જૂનો સંબંધ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐયરનું નામ ભારતીય રાજકારણમાં બહું જાણીતું છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે ઐયરે મોદીને નીચ કહીને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો છે. આ જ કારણે તેમને કોંગ્રેસે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

જોકે, એવું બિલકુલ નથી કે ઐયરે પ્રથમ વખત આવું કોઈ વિવાદિત નિવેદન આપ્યું છે. પહેલા પણ તેઓ પોતાના વિવાદિત નિવેદનો બદલ માફી માંગી ચુક્યા છે. તેમની વિવાદિત ટિપ્પણીઓ કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. અંગ્રેજીના સારા વક્તા તેમજ લેખક મણિશંકર ઐયર વર્ષ 1998માં તત્કાલિન વડાપ્રધાન તેમજ ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીને 'નાલાયક' કહીને વિવાદનું કેન્દ્ર બન્યા હતા.

મોદીએ ઉઠાવ્યો ફાયદો

ઐયરે નીચ શબ્દો પ્રયોગ કર્યાના થોડા જ સમયમાં મોદીએ ગુજરાતમાં એક ચૂંટણી રેલીમાં તેનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, 'મને નીચ જાતિનો કહીને કોંગ્રેસના નેતાએ ગુજરાતનું અપમાન કર્યું છે. આ મારું નહીં ગુજરાતનું અપમાન છે. હું નીચ જાતિનો છું પરંતુ મેં કોઈ નીચ કામ નથી કર્યું. આ કોંગ્રેસની મગલ માનસિકતા છે.' મોદીએ પોતાના અપમાનને ગુજરાતની અસ્મિતા સાથે જોડી દેતા કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ હતી. કોંગ્રેસે રાત્રે જ મણિશંકરને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી દીધી હતી.

ઐયરની બયાનબાજીથી દર વખતે મોદીને થયો ફાયદો!

  • રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે 2014ની લોકસભાની ચૂંટણી વખતે ઐયરની 'ચા વાળા'ની ટિપ્પણીથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર મોદીને ફાયદો થયો હતો. મોદીએ પોતાના ચૂંટણી પ્રચારમાં અનેક વખત 'ચા વાળા'નો ઉલ્લેખ કર્યો હતો અને કોંગ્રેસને નિશાન પર લીધી હતી. ઐયરે ટિપ્પણી કરી હતી કે મોદી ક્યારેય વડાપ્રધાન નહીં બની શકે, તેઓ એ સમયે ચાલી રહેલા કોંગ્રેસ અધિવેશનમાં ચા વેચી શકે છે.

  • નવેમ્બર 2012માં ગુજરાતના તત્કાલિન સીએમ મોદીની ટિપ્પણી કરતા ઐયરે તેમને 'લહુ પુરુષ' કહીને સંબોધ્યા હતા. ઐયરે આ નિવેદન ત્યારે આપ્યું હતું જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક હતી. ઐયરે કહ્યું હતું કે, મોદી ખુદને વિકાસ પુરુષ કહે છે, પરંતુ હકીકતમાં તેઓ બહુ પુરુષ છે. ઐયરે કહ્યું હતું કે, મોદીએ પોતાની ઇમેજ બનાવવા માટે ગુજરાતના લોકોના પરસેવાની કમાણી અમેરિકન કંપનીઓને આપી દીધી. તેમણે મોદીની સરખામણી રાવણ સાથે કરી અને મોદીની બુદ્ધિ માફિયા ડોન દાઉદ જેવી ગણાવી. તેઓ મોદીના જૂઠા પણ કહી ચુક્યા છે.

  • ઐયરે ગુજરાતના પોરબંદરમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, 'આ મોઢું ખોલે તો જૂઠ નીકળે. આ કોના અંગે ખોટું બોલે છે? આ તમારા વિશે જૂઠું બોલે છે. યુએસની કંપનીને દરરોજ 25 હજાર ડોલર આપવામાં આવ્યા, ગુજરાતમાં ફક્ત અડધો વિકાસ થયો છે.'

  • માર્ચ 2013માં દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં મોદીએ કોંગ્રેસ પાર્ટીને ઉધઈ કહી તો મણિશંકરે કહ્યું કે, 'મોદીએ આપણને ઉધઈ કહ્યા છે. હું કહું છું કે તેઓ એક સાપ છે. વીછી છે. આવા ગંદા વ્યક્તિ તરફથી આપણી ટીકા થઈ તે ખરેખર આપણી પ્રશંસા છે.'

  • ઐયર 2008માં મોદીની સરખામણી હિટલર સાથે કરી ચુક્યા છે. તેમણે એ સમયે કહ્યું હતું કે, 2002ના તોફાનો દરમિયાન લઘુમતીઓ પર અત્યાચારો કરવા માટે બેરોજગાર ગરીબોને આગળ ધરી દેવામાં આવ્યા હતા. તેમની ટિપ્પણી પર વિવાદ થતાં તેમણે માફી માંગવી પડી હતી. એ સમયે ઐયરે કહ્યું હતું કે, તેઓ હિન્દીના શબ્દોનો અર્થ બરાબર નથી સમજતા.

First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017, Mani Shankar Aiyar

આગામી સમાચાર