Home /News /gujarat /

10 ઓગષ્ટથી આટલી રાશિઓની બદલી જશે કિસ્મત, મંગળ ગોચરને લઈને પંડિતજીએ કહી મહત્વની વાત

10 ઓગષ્ટથી આટલી રાશિઓની બદલી જશે કિસ્મત, મંગળ ગોચરને લઈને પંડિતજીએ કહી મહત્વની વાત

10 ઓગષ્ટથી આટલી રાશિઓની બદલી જશે કિસ્મત

Mangal Gochar 2022: મંગળ મહારાજ 10 ઓગસ્ટથી 16 ઓક્ટોબર સુધી વૃષભ રાશિમાં રહેશે. મંગળ મહારાજ ઉગ્ર છે ત્વરિત નિર્ણય કરનાર છે અને ઝડપી પગલાં લે છે. નજીકના ભવિષ્યમાં અનેક પરિવર્તન દેખાઈ રહ્યા છે. ચાલો આ લેખમાં જોઈએ મંગળ ગોચરની તમારી રાશિ પરની અસર

વધુ જુઓ ...
  Mangal Rashi Parivartan 2022: જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી દ્વારા,  સેનાપતિ મંગળ (Mangal) અને રાહુ ડિગ્રી મુજબ નજીક આવવા સાથે જ ચીન અને તાઇવાન વચ્ચે તનાતની વધી છે વળી વિશ્વના દેશોનું પણ આ મુદ્દે ધ્રુવીકરણ થઇ રહ્યું છે રશિયા યુક્રેન વખતે સમસમી બેસી રહેલા દેશો આ વખતે જતું કરવાના મૂડમાં નથી તે ચીન પણ જાણે છે અને આ માથાકૂટ ચીનને ભારે પડી શકે છે વળી હાલના ગ્રહો સૂચવે છે કે આ મુદ્દાને હળવાશથી લેવા જેવો નથી.

  ગોચર ગ્રહોની વાત કરીએ તો શનિ અને ગુરુ બંને વક્રી ચાલી રહ્યા છે વળી વક્રી શનિ દશમી દ્રષ્ટિથી કેતુને જોઈ રહ્યા છે તો બીજી તરફ સેનાપતિ મંગળ ધીમે ધીમે વૃષભ રાશિ તરફ આગળ વધી રહ્યા છે હાલ ભરણી નક્ષત્રમાં થઇ રહેલી મંગળ રાહુની યુતિ વિશ્વ માટે અનેક પ્રશ્નો લાવી રહી છે વળી સમાધાનકરી અને કોઠાસૂઝવાળા ગુરુ મહારાજ સ્વયં વક્રી છે અને શનિ પણ વક્રી છે માટે પરિસ્થિતિને થાળે પડતા સમય લાગશે અને નજીકના ભવિષ્યમાં અનેક પરિવર્તન દેખાઈ રહ્યા છે વળી અગાઉ લખ્યા મુજબ પોતાની રાશિ સિંહ જે સત્તાની રાશિ છે તે તરફ આગળ વધતા ગ્રહોના રાજા સૂર્ય મહારાજ સત્તા માટેની લડાઈને ઓર તેજ કરનાર બને છે જેના લીધે ઘરઆંગણે પણ રાજનીતિમાં નવા વળાંક આવતા જોવા મળશે. વિશ્વસ્તરે પણ સત્તા માટેની ખેંચતાણ જોવા મળશે.

  આ પણ વાંચો: Muharram 2022: જાણો શા માટે મનાવવામાં આવે છે મોહર્રમ, શું છે તાજિયાનું મહત્વ?

  સેનાપતિ મંગળ મહારાજ 10 ઓગસ્ટથી વૃષભ રાશિમાં ભ્રમણ કરશે


  સેનાપતિ મંગળ મહારાજ 10 ઓગસ્ટથી વૃષભ રાશિમાં ભ્રમણ કરશે. મંગળ મહારાજ 10 ઓગસ્ટથી 16 ઓક્ટોબર સુધી વૃષભ રાશિમાં રહેશે. મંગળ મહારાજ ઉગ્ર છે ત્વરિત નિર્ણય કરનાર છે અને ઝડપી પગલાં લે છે. વૃષભમાં મંગળ એકંદરે શાંત ભૂમિકા ભજવે છે વૃષભના ભ્રમણ દરમિયાન ગોળવાળું પાણી પીપળે ચડાવવાથી બધી રાશિ લાભ પ્રાપ્ત કરી શકે છે તો 10 ઓગસ્ટથી 16 ઓક્ટોબર સુધી ગોળવાળું પાણી પીપળે ચડાવવાથી લાભ થશે અને સફળતા મળશે આ પ્રયોગ બધા કરી શકે છે. આ ભ્રમણ રાશિ મુજબ કેવું ફળ આપશે એ આપણે જોઈએ.

  આ પણ વાંચો: Raksha Bandhan 2022: રાશિ અનુસાર તમારા ભાઈને બાંધો રાખડી, જાણો કેવી રાખડી રહેશે શ્રેષ્ઠ


  • મેષ રાશિને તેમણે કરેલા કાર્યના સારા પરિણામ પ્રાપ્ત થતા જોવા મળશે અને નવા કાર્યમાં આગળ વધી શકશો

  • વૃષભ રાશિ ફોકસથી પોતાનું કાર્ય કરી શકશે જેનો તેમણે લાભ પણ થતો જોવા મળશે

  • મિથુન રાશિના મિત્રોએ ખર્ચથી સંભાળવું પડે વળી કાર્યમાં વિઘ્ન આવતા જોવા મળે અને ગુસ્સો અને આવેશ પણ આવે

  • કર્ક રાશિના મિત્રોને એકંદરે આ ભ્રમણ લાભદાયક રહેશે વળી ધાર્યા કામ પાર પડી શકશો ગ્રહો સહાય કરશે

  • સિંહ રાશિના જાતકોને કાર્યમાં વેગ મળશે ઉત્સાહ અને ઉર્જા થી કાર્ય કરી શકશો.

  • કન્યા ના મિત્રોને નવા કાર્યમાં સહાય મળશે ભાગ્યના દરવાજા ખુલતા જણાશે કોઈની સાચી સલાહ કામ લાગશે ગુરુ તરફ આભાર વ્યક્ત કરતા રહેજો

  • તુલા ના મિત્રોએ એ કોર્ટ કચેરીથી સંભાળવું પડે અને શુભ કાર્ય અટકતા જોવા મળે કોઈ ને કોઈ રીતે વિઘ્ન આવતા જોવા મળે.

  • વૃશ્ચિક રાશિના મિત્રોને ભાગીદારી અને દામ્પત્યજીવનમાં સંભાળવું પડે વળી જાહેરજીવનમાં પણ સમજીને ચાલવું પડે

  • ધન રાશિના મિત્રોએ તબિયતની કાળજી લેવી ખાણી પીણીમાં કાળજી રાખવી પરેજી પાળવી પડે જો કે શત્રુ પર વિજય મેળવી શકો.

  • મકર રાશિના મિત્રોને અંગત અને લાગણીના સંબંધોમાં કાળજી રાખવી પડે કોઈ બાબત માં ગેરસમજ ના થાય એ જોવું પડે

  • કુંભ ના મિત્રોએ જમીન મકાન બાબતે સારું રહે વળી પ્રોપર્ટીના કામ પાર પડી શકો

  • મીન રાશિના મિત્રોને નવા કાર્યમાં સારી મદદ મળી રહે અને વાતચીત સારી રીતે કરી શકો અને તમારા કાર્યને સારી રીતે સંપન્ન કરી શકશો આ ભ્રમણ તમારા માટે શુભ રહેનાર છે.


  લેખક પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા 25 વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે. તેમનો સંપર્ક સૂત્ર 79905 00282 છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Astrology, DharmaBhakti, Gujarati Rashifal

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन