Home /News /gujarat /કોરોના વેક્સીન આપવા માટે 'બધા લઇ ગયા.. તમે રહી ગયા..' ની બૂમો પાડતા વ્યક્તિનો VIDEO VIRAL

કોરોના વેક્સીન આપવા માટે 'બધા લઇ ગયા.. તમે રહી ગયા..' ની બૂમો પાડતા વ્યક્તિનો VIDEO VIRAL

કોરોનાની રસી લેવા માટ જાગૃત કરતો આ વીડિયો જોયો તમે

કોરોના રસીકરણ માટે લોકોને જાગૃત કરતો એક વીડિયો (Viral Video) હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ગુજરાતનાં (Gujarat) કયા શહેર કે ગામનો છે તે તો હજુ સુધી જાહેર થયુ નથી

કોરોના રસીકરણ માટે લોકોને જાગૃત કરતો એક વીડિયો (Viral Video) હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ગુજરાતનાં (Gujarat) કયા શહેર કે ગામનો છે તે તો હજુ સુધી જાહેર થયુ નથી પણ આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં એક વ્યક્તિ કોરોના વેક્સિન લેવા માટે લોકોને બૂમો પાડીને બોલાવી રહ્યો છે. આ વ્યક્તિ એવી રીતે લોકોને વેક્સિન લેવા માટે અવાજ લગાવે છે જાણે કોઇ વ્યક્તિ શાકભાજી ખરીદવા માટે બુમો પાડતો હોય.

આ પણ વાચો-Sonu Sood IT Raid:સોનૂ સૂદની વધશે મુશ્કેલી, IT વિભાગે લગાવ્યો 20 કરોડની કર ચોરીનો આરોપ

વીડિયોમાં તે વ્યક્તિ એવું કહેતો સંભળાય છે, 'કોરોના વેક્સિન.. જીવ બચાવવા વાળી વેક્સિન... ભાઇ પહેલો ડોઝ.. બીજો ડોઝ.. બધા લઇ ગયા તમે રહી ગયા...' 17 સેકેન્ડનો આ વીડિયો જોત જોતામાં ફેસબૂક અને ટ્વિટર પર વાયરલ થઇ ગયો છે.



એક દિવસમાં અપાયા 2.5 કરોડ ડોઝ (2.5 crore corona vaccine dose)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi birthday)ના જન્મ દિવસે રસીકરણને લઈને દેશમાં રેકોર્ડ બન્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ માહિતી આપી છે કે, દેશમાં એક જ દિવસમાં 2.50 કરોડથી વધુ લોકોનું રસીકરણ (Record vaccination on PM birthday) કરવામાં આવ્યું છે, જે એક વિશ્વ રેકોર્ડ (World record on vaccination) છે. માંડવિયાએ કહ્યુ છે કે ભારતમાં એક દિવસમાં કોરોના રસીકરણનો વિશ્વ રેકોર્ડ બન્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે 2.50 કરોડથી વધારો લોકોનું રસીકરણ થયું છે. શુક્રવારે પીએમ મોદીનો 71મો જન્મ દિવસ હતો. ગુજરાતની વાત કરીએ તો એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 23,68,006 લોકોનું રસીકરણ થયું છે.

આ પણ વાંચો- 6 મહિનામાં આ શેર્સે બનાવી દીધા કરોડપતિ, આપ્યું 900% રિટર્ન

વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
First published:

Tags: Corona Vaccine Video, Gujarat News