અમદાવાદ : લો બોલો, હવે વાણંદની દુકાનમાં પણ ચાકૂની અણીએ લૂંટ, રકમ જાણીને આશ્ચર્ય થશે

પ્રતિકાત્મક તસવીર

જવેલર્સ ને ત્યાં દાગીના જોવાના બહાને દુકાન માં પ્રવેશ કરી ને ચોરી કે લૂંટ ના અનેક બનાવો જોવા મળ્યા છે. પરંતુ ક્યારેય દાઢી કરવાના બહાને દુકાન માં આવી લૂંટ થઈ હોય તેવું સાંભળ્યું નહિ હોય.

  • Share this:
અમદાવાદ : જવેલર્સ ને ત્યાં દાગીના જોવાના બહાને દુકાન માં પ્રવેશ કરી ને ચોરી કે લૂંટ ના અનેક બનાવો જોવા મળ્યા છે. પરંતુ ક્યારેય દાઢી કરવાના બહાને દુકાન માં આવી લૂંટ થઈ હોય તેવું સાંભળ્યું નહિ હોય. આવો જ એક બનાવ શહેર ના સારંગપુર આનંદ કલોથ માર્કેટ માં બન્યો છે. જ્યાં એક ઈસમ હેર કટિંગ ની દુકાન માં આવી ને પહેલાં દાઢી કરવા માટે નું બહાનું કાઢી છરી ની અણીએ લૂંટ કરી છે.

ફરિયાદી નદીમ શેખ એ પોલીસ ફરિયાદ આપી છે કે તેઓ સારંગપુર આનંદ ક્લોથ માર્કેટ માં હેર કટિંગ ની દુકાન ધરાવે છે. ગુરુવાર સાંજના સમયે તે અને તેમના ભાઈ દુકાન માં હાજર હતા. અને પોતે એક ગ્રાહક ના હેર કટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ તેમની દુકાન માં આવ્યો હતો. અને તેને દાઢી કરવા માટે કહ્યું હતું.

જો કે ત્યારબાદ તેને દાઢી નહિ કરાવી હોવાનું કહીને પોતાની પાસે રહેલ છરી ફરિયાદી ને ગળા ના ભાગે રાખી ને રૂપિયા ની માંગણી કરી ગળા ના ભાગે સામાન્ય ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ આ આરોપી એ ફરિયાદી માં મોટાભાઈ ને છરી બતાવી રૂપિયા ની માંગણી કરી હતી.

આ પણ વાંચો :  અમદાવાદ : દિલ્હી દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગ, કિન્નરે પ્રેમી પર પૈસાની લેતીદેતીમાં ગોળી ચલાવી

જેથી તેને પાકિટ કાઢતા જ આરોપી પાકિટ લઈ ને ફરાર થઈ ગયો હતો. જેમાં રૂપિયા 550 હતા. જો કે ફરિયાદી એ સમગ્ર ઘટના ની જાન પોલીસ ને કરતા જ પોલીસ તાત્કાલિક આવી પહોંચી હતી અને આરોપી કોમ્પલેક્ષ ની બહાર નીકળતા જ તેને ઝડપી લીધો છે.

આ પણ વાંચો :  ગુજરાત હાઇકોર્ટના જજને કોંગ્રેસી ધારાસભ્યના નામે ફોન કરવા મામલે મોટો ખુલાસો
Published by:Jay Mishra
First published: