Home /News /gujarat /

જર્જરિત કચેરીનો સ્લેબ તુટીને મામલતદારની માથે પડ્યો,5 ટાકાં આવ્યા

જર્જરિત કચેરીનો સ્લેબ તુટીને મામલતદારની માથે પડ્યો,5 ટાકાં આવ્યા

છોટા ઉદેપુરઃ ચોમાસા દરમિયાન જર્જરિત ઇમારતોમા સર્જાતી હોનારત માટે આપાત કાલીન સેવા પુરી પાડ્નાર એવા તાલુકા મામલતદાર ખુદ જર્જરિત ઇમારતનો ભોગ બન્યા છે.

છોટા ઉદેપુરઃ ચોમાસા દરમિયાન જર્જરિત ઇમારતોમા સર્જાતી હોનારત માટે આપાત કાલીન સેવા પુરી પાડ્નાર એવા તાલુકા મામલતદાર ખુદ જર્જરિત ઇમારતનો ભોગ બન્યા છે.

  • Web18
  • Last Updated :
છોટા ઉદેપુરઃ ચોમાસા દરમિયાન જર્જરિત ઇમારતોમા સર્જાતી હોનારત માટે આપાત કાલીન સેવા પુરી પાડ્નાર એવા તાલુકા મામલતદાર ખુદ જર્જરિત ઇમારતનો ભોગ બન્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી મામલતદાર કચેરીમા મામલતદાર વસાવા પોતાના કેબીનમા કામમા વ્યસ્ત હતા તે દરમિયાન અચાનક તેમના ટેબલ અને માથા ઉપર સ્લેબનો મોટો ભાગ પડયો હતો.જેને લઈ મામલતદારને માથામા ગંભીર ઇજા પહોંચી હતી.તેમને તાત્કાલીક દવાખાને ખસેડાયા હતા જ્યા તેઓને માથામા પાંચ ટાંકા લેવા પડ્યા હતા.

mamlatdar ija1

ત્યારે અહિ ઉલ્લેખનીય બાબત એ છે કે નસવાડી ખાતે ઘણા સમયથી તાલુકા સેવા સદનની નવી ઇમારત તૈયાર થઈ ગઈ છે અને ગત 23 મે ના રોજ છોટાઉદેપુર આવેલા રાજ્યના મુખ્ય પ્રધાનના હસ્તે તેનુ લોકાર્પણ પણ કરી દેવાયુ હતુ.  પરંતુ  જાણે કોઈ હોનારતની રાહ જોવામા આજ્દીન સુધી આ નવિન કચેરીને કાર્યરત કરવામા આવી નથી.
First published:

Tags: ઇજા, કચેરી, કર્મચારી, ગુજરાત, ગુનો, નસવાડી, મામલતદાર, વિરોધ, સરકાર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन