Home /News /gujarat /મોરબી જેવા પુલના અકસ્માતો કે જેમણે દુનિયાને કંપાવી દીધી, અને થયા હતા અનેક લોકોના મોત

મોરબી જેવા પુલના અકસ્માતો કે જેમણે દુનિયાને કંપાવી દીધી, અને થયા હતા અનેક લોકોના મોત

મોરબી જેવા પુલના અકસ્માતો કે જેમણે દુનિયાને કંપાવી દીધી

Morbi Bridge Collapse: મોરબીમાં ઝુલતો પુલ પડતા અત્યાર સુધીમાં 134થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે, અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. આવી જ રીતે વિશ્વમાં છેલ્લા 2 દાયકામાં અનેક અકસ્માતો થયા છે, જેમણે દેશ અને દુનિયાને કંપાવી દીધી હતી.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ગુજરાતના મોરબીમાં એક પુલ ધરાશાયી થવાને કારણે સર્જાયેલા હૃદય કંપી અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના બાદ NDRFની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી (Morbi Bridge Collapse) અને બાકીના લોકોને બચાવવામાં આવ્યા હતા. હાલ જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટના બાદ 9 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે ચાલો જોઈએ કે, છેલ્લા બે દાયકામાં વિશ્વભરમાં કેટલા પુલ અકસ્માતો થયા છે જેમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે.

    2022: ગુજરાતમાં 134 થી વધુ લોકો મૃત્યુ પામ્યા

    ગુજરાતના મોરબીમાં રવિવારે 143 વર્ષ જૂનો ઝૂલતો પુલ ધરાશાયી થતાં 134થી વધુ લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું હતું કે, મોરબીના આ ઝુલતા પુલ પર 500 લોકો હાજર હતા. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી છે.

    2021: મેક્સિકો સિટીમાં 26 લોકો માર્યા ગયા

    મે મહિનામાં, મેક્સિકો સિટી સિસ્ટમ પર ટ્રેકનો એક એલિવેટેડ ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે પેસેન્જર ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ અકસ્માતમાં 26 લોકોના મોત થયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા.

    2018: જેનોઆમાં 43 લોકો મૃત્યુ પામ્યા

    2018માં ઇટાલિયન શહેર જેનોઆમાં એક પુલ તૂટી પડતાં 43 લોકોનાં મોત થયાં હતાં. મોરાન્ડી બ્રિજ ફ્રાન્સ અને ઇટાલીને જોડતા મુખ્ય હાઇવેનો એક ભાગ છે. ઓગસ્ટમાં મુશળધાર વરસાદને કારણે આ અકસ્માત થયો હતો. જેના કારણે અનેક વાહનો અને તેના મુસાફરો ખાડામાં પડી ગયા હતા.

    2016: કોલકાતામાં 26 લોકોના મોત

    માર્ચ 2016માં કોલકાતામાં ચાલું રોડ પર ફ્લાયઓવર તૂટી પડતાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા હતા. આ અકસ્માતમાં 100થી વધુ લોકોનો આબાદ બચાવ થયો હતો. જણાવી દઈએ કે, આ બ્રિજના તૂટવાથી ભારે ઓહાપો મચી ગયો હતો.

    2011: ભારતમાં 2 ઘટનાઓમાં 60 લોકોના મોત

    ઓક્ટોબર 2011માં દાર્જિલિંગથી લગભગ 30 કિમી દૂર ઉત્તરપૂર્વ ભારતમાં તહેવારોની ભીડ દરમિયાન એક પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા હતા. આ ઘટનાના એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં, અરુણાચલ પ્રદેશમાં નદી પરનો ફૂટબ્રિજ તૂટી પડતાં લગભગ 30 લોકોનાં મોત થયાં હતાં.

    2007: નેપાળ અને ચીનમાં ઘટના બની

    ઓગસ્ટ 2007માં, ચીનના મધ્ય હુનાન પ્રાંતમાં નદીનો પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 64 કામદારો માર્યા ગયા હતા. તે જ વર્ષે ડિસેમ્બરમાં નેપાળમાં દેશના પશ્ચિમમાં તીર્થયાત્રીઓથી ભરેલો પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા અને 25 ગુમ થયા હતા. દુર્ઘટના સમયે રાજધાની કાઠમંડુથી 380 કિમી પશ્ચિમમાં ભેરી નદી પરના ખાડામાં લગભગ 400 લોકો પુલ પર હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં 100થી વધુ લોકો સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા.

    2006: પાકિસ્તાન અને ભારતમાં અકસ્માતો થયા

    2006માં પાકિસ્તાનમાં ઓગસ્ટ મહિનામાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા હતા. આ વર્ષે ડિસેમ્બરમાં, બિહારના એક રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેન પરનો 150 વર્ષ જૂનો પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 34 લોકોનાં મોત થયાં હતાં.

    2003: ભારત અને બોલિવિયામાં અકસ્માત

    ઓગસ્ટ 2003માં ભારતમાં 19 બાળકો સહિત 20 લોકોના મોત થયા હતા. મુંબઈ નજીક નદીમાં એક પુલ તૂટી પડ્યો હતો, જેમાં એક સ્કૂલ બસ અને અન્ય ચાર વાહનો નદીમાં ખાબક્યા હતા. ડિસેમ્બરમાં બોલિવિયામાં ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા હતા.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Morbi Accident, Morbi bridge collapse, Morbi hanging bridge

    विज्ञापन
    विज्ञापन