Home /News /gujarat /મહીસાગરમાં મેઘરાજા રીસાયા, ઉભો પાક મૂરઝાયો

મહીસાગરમાં મેઘરાજા રીસાયા, ઉભો પાક મૂરઝાયો

જિલ્લામાં વરસાદ પાછો ઠેલવાથી ધરતીપુત્રો રવિ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યાં છે. અપૂરતા વરસાદ અને ઓછા પાણીને પગલે ખેતરમાં ઉભો મોલ મૂરઝાઇ રહ્યો છે.

જિલ્લામાં વરસાદ પાછો ઠેલવાથી ધરતીપુત્રો રવિ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યાં છે. અપૂરતા વરસાદ અને ઓછા પાણીને પગલે ખેતરમાં ઉભો મોલ મૂરઝાઇ રહ્યો છે.

  • News18
  • Last Updated :
મહીસાગરઃ જિલ્લામાં વરસાદ પાછો ઠેલવાથી ધરતીપુત્રો  રવિ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યાં છે. અપૂરતા વરસાદ અને ઓછા પાણીને પગલે ખેતરમાં ઉભો મોલ મૂરઝાઇ રહ્યો છે.

મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં ખેડૂતો દ્વારા વિવિધ રવિ પાકો જેવા કે મકાઇ, કપાસ, તુવેર, ડાંગરનું વાવેતર કરેલું છે. ખેડૂતો દ્વારા પોતાના પાલતુ પશુઓ માટે મોટા પ્રમાણમા લીલા ઘાસચરાનું વાવેતર કરવામાં આવેલું છે. પરંતુ આ વર્ષે વરસાદ પાછો ઠેલાતા ખેડૂતો પોતાનો પાક નિષ્ફળ જવાની પણ ભીતિ સેવી રહ્યાં છે. ઉપરાંત વરસાદ પૂરતા પ્રમાણમા ન વરસ્યો હોવાના કારણે ભવિષ્યમાં પાણીની તંગી વરતાવા એંધાન વર્તાઇ રહ્યાં હોય તેમ જણાવી રહ્યાં છે.

ખેડૂતો દ્વારા જાણવામાં આવ્યું છે કે, પાતાળમાં પાણીના સ્તર નીચે જવાને કારણે સિંચાઇ કરવામાં પણ તકલીફો ઊભી થઈ છે. આ ઉપરાંત અંતરિયાળ વિસ્તારોમાં સરકાર દ્વારા કેનાલની વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોએ માત્ર ને માત્ર વરસાદ આધારિત રહેવું પડે છે. સરકારના હવામાન વિભાગ દ્વારા હાલમાં જાહેર કરવામાં આવ્યું છે કે 30-09-15ના રોજ સતવાર રીતે ચોમાસુ વિદાય લેસે તેવી જાહેરાત થયાબાદ ખેડૂતોના માથે ચિંતાની લકીરો ખેચાઈ ગયી છે.
First published:

Tags: ખેડૂત, ખેતી, ચોમાસું, પાક, વરસાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन