Home /News /gujarat /મહીસાગરમાં જાનૈયા ભરેલો ટેમ્પો પલટી જતા વર્ષ 2018ની ભાવનગરની ઘટનાની યાદ તાજી થઈ
મહીસાગરમાં જાનૈયા ભરેલો ટેમ્પો પલટી જતા વર્ષ 2018ની ભાવનગરની ઘટનાની યાદ તાજી થઈ
મહીસાગરમાં જાનૈયાઓના ટેમ્પોને નડ્યો અકસ્મા
Mahisagar Accident: મહીસાગરના કોઠા ગામમાં લગ્નના જાનૈયા ભરીને ટેમ્પો જઈ રહ્યો હતો અને તે પલટી જવાની ઘટના બની છે. આ અકસ્માતની ઘટનાએ 2018માં ભાવનગરમાં બનેલી ઘટનાની લોકોને યાદ અપાવી દીધી છે. ભાવનગરમાં 2018માં બનેલી ઘટનામાં 35થી વધુ લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે
મહીસાગરઃ મહીસાગરમાં લગ્નમાં જઈ રહેલા જાનૈયાને લઈને ભરીને જઈ રહેલો ટેમ્પો ખાઈમાં પડવાની ઘટના બની છે, જેમાં 5 જાનૈયાઓના મોત થઈ ગયા છે અને કમકટી ભરેલી ઘટનાએ ભૂતકાળમાં બનેલી ઘટનાને ફરી એકવાર તાજી કરી દીધી છે. ભાવનગરના રંઘોળામાં વર્ષ 2018ના માર્ચ મહિનામાં બનેલી ઘટના લોકોની નજર સામે ફરી એકવાર તાજી થઈ ગઈ છે. મહીસાગરમાં બનેલી ઘટનાની ગંભીરતાને જોતા મૃત્યુઆંક વધવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહીસાગરમાં બનેલી કરુણાંતિકામાં 5 જાનૈયાઓના મોત થયા છે જ્યારે 22 જેટલા જાનૈયા ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઘાયલ થયેલા જાનૈયાઓને લુણાવાડાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા 108 ઘટના સ્થળ પર પહોંચી હતી અને લોકોને તાત્કાલિક સારવાર આપવાની શરુઆત કરાઈ હતી.
2018માં ભાવનગરમાં 37 જાનૈયાઓના થયા હતા મોત
માર્ચ 2018માં જાનૈયા ભરીને જઈ રહેલો ટ્રક પુલ પરથી નીચે પડવાની ઘટના બની હતી. આ ઘટનામાં 30 લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા હતા અને પછી મૃત્યુઆંક વધીને 37 થઈ ગયો હતો. જાનૈયાને લઈને ટ્રક રાજકોટ-ભાવનગર હાઈવે પર રંઘોળા ગામ પાસે પુલ પરથી નીચે પડ્યો હતો. આ ઘટના ફરી એકવાર તાજી થઈ ગઈ છે કારણે કે મહીસાગરમાં પણ ટેમ્પોમાં જાનૈયા લઈ જવામાં આવી રહ્યા હતા અને તે પલટી ખાઈ ગયો છે. આ ઘટનામાં 20થી વધારે મૃતકો તે સમયે લગ્ન કરવા જઈ રહેલા દુલ્હાના અનિડા ગામના જ હતા.
મહીસાગરમાં જાનૈયા ભરેલો ટેમ્પો ગઠાથી સાત તળાવ જઈ રહ્યો હતો ત્યારે પલ્ટી જવાની ઘટના બની હતી. આ અકસ્માત બનવા પાછળ કયું કારણ જવાબદાર છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર