Home /News /gujarat /વાડ જ ચીભડા ગળે, અધિકારીઓ જ દારૂ ઢીંચે! મહીસાગરનાં નાયબ મામલતદારનો VIDEO વાયરલ, જુઓ શું બોલ્યા
વાડ જ ચીભડા ગળે, અધિકારીઓ જ દારૂ ઢીંચે! મહીસાગરનાં નાયબ મામલતદારનો VIDEO વાયરલ, જુઓ શું બોલ્યા
mahisagar daru video
Mahisagar: ગુજરાતમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાડતા નાયબ મામલતદાર રાકેશ પરમાર દ્વારા દારૂ બંધી નું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનો વિડીયો વાયરલ થયો છે. જુઓ આ VIDEO માં તેઓ શું બોલ્યા?
31 ડિસેમ્બર હોય એટ્લે સ્વાભાવિક રીતે જ પાર્ટીના પ્લાનિંગ હોય. પણ કેટલાક ગુજરાતીઓ ઉજવણીના ઉન્માદમાં ભૂલી જતાં હોય છે કે આપણાં રાજ્યમાં દારૂબંદી છે.
મહીસાગર જિલ્લામાં દારૂ ની મહેફીલ માણતા વધુ એક કર્મચારીનો વિડિયો સામે આવ્યો છે. મહીસાગર જિલ્લા માં એક બાદ એક અધિકારી ઓ દ્વારા દારૂ ની મહેફીલ માંળતા વિડિયો સામે આવી રહ્યા છે. કડાણા મહેસૂલ નાયબ મામલતદારનો દારૂ પીતા હોવાનો વિડિયો સામે આવ્યો હતો.
નાયબ મામલતદાર રાકેશ પરમાર દ્વારા દારૂ બંધી નું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું વિડીયો પરથી સ્પષ્ટ રીતે સાબિત થઈ રહ્યું છે. આ વિડીયો બાદ સવાલ ઉઠી રહ્યા છે પોલીસની કાર્યક્ષમતા પર. કારણ કે દેખીતી રીતે જ બધા સરકારી કર્મચારીઓ આવી ગુનાહિત બાબતોમાં સામેલ નથી હોતા પણ એક બે કર્મચારીઓના કારણે પણ સમગ્ર ટીમનું નામ ખરાબ થતું હોય છે.
વિડિયો માં નાયબ મામલતદાર નું નિવેદન
આટલું ઓછું હોય એમ વિડીયોમાં નાયબ મામલતદાર સાહેબ બોલી રહ્યા છે કે હું એવો સાહેબ છું કે જે પીધેલો હોય ને જે બોલું એજ આવતી કાલે બોલીશ. આ શબ્દોના કારણે પણ તેઓના કામ અને ભાન અંગે સવાલ ઉઠી રહ્યા છે. હજુ આ વિડીયોમાં તેઓ એક મહિલા વિશે પણ બોલી રહ્યા છે. વિડિયો માં નાયબ મામલતદાર દ્વારા મહિલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કાર્યવાહીની માંગ
આ ઘટના બાદ નાયબ મામલતદાર પર યોગ્ય કાર્યવાહી ની માગ ઉઠી છે. નાયબ મામલતદાર રાકેશ પરમાર દ્વારા દારૂ બંધી નું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનો વિડીયો જ્યારે સમાન્ય જનતા જોવે તો દેખીતી રીતે સુરક્ષા અને કાર્ય શૈલી પર પણ સવાલ ઊભા થાય. અહીં વાડ જ ચીભડા ગળે એવો ઘાટ સર્જાયો છે.
ઘટનાને પગલે સવાલ ઉઠી રહ્યા છે કે, શું આ પદ પર બેઠેલા અધિકારીને આ શોભે છે?
નાયબ મામલતદાર પાસે ક્યાંથી આવ્યો દારૂ?
અધિકારી પોતે નિયમોનો ઉલાળિયો કરે છે?
આ નશો કરતા સાહેબ સામે કાર્યવાહી ક્યારે?
આ સાહેબને પોલીસનો કે કાયદાનો ડર નથી?
આવા અધિકારીને પોલીસ ક્યારે ભણાવશે પાઠ?
" isDesktop="true" id="1311017" >
તો આ વીડિયો વાયરલ થયા બાદ રાજ્ય સરકારના મંત્રી કુબેર ડિંડોર, કે જેમનો આ વિસ્તાર છે, તેમની સાથે પણ વાત કરવામાં આવી હતી જેમાં તેણે વીડિયોની ખાતરી કરીને કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી.