Home /News /gujarat /Maharashtra Political Crisis : મુંબઈ અને ઠાણેમાં કલમ 144 લાગુ, એકનાથ શિંદેના આવાસની સુરક્ષા વધારી

Maharashtra Political Crisis : મુંબઈ અને ઠાણેમાં કલમ 144 લાગુ, એકનાથ શિંદેના આવાસની સુરક્ષા વધારી

પોલીસને હાઇ એલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો

Maharashtra Political Crisis Update: શિવસેનાના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે એકજુટતા બતાવવા માટે શિવસૈનિક રસ્તા પર ઉતરી શકે છે

મુંબઈ : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજનીતિક સંકટ (Maharashtra Political Crisis)વચ્ચે શિવસેનાના (shivsena)પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray)સાથે એકજુટતા બતાવવા માટે શિવસૈનિક રસ્તા પર ઉતરી શકે છે. આ ડરથી મુંબઈ પોલીસને કોઇપણ અપ્રિય ઘટનાથી બચાવવા માટે હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. શિવસેનામાં થયેલા વિદ્રોહની અસર મહારાષ્ટ્રની રાજનીતિમાં આગામી દિવસોમાં યથાવત્ રહેશે. જેથી પોલીસને હાઇ એલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહાવિકાસ અઘાડી સરકારમાં ઘણા લોકોનું માનવું છે કે જો શિવસૈનિકોને હિંસા ફેલાવવાથી નિયંત્રિત નહીં કરવામાં આવે તો આ કેન્દ્રને એક તક આપશે કે તે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરે અને વર્તમાન સરકાર પાસે સત્તા બચાવવાનો કોઇ આધાર બનશે નહીં.

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અને બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે એએનઆઈને જણાવ્યું કે એકનાથ શિંદે જૂથે પોતાનું નામ ‘શિવસેના બાલાસાહેબ’રાખ્યું છે. એકનાથ શિંદેએ CNN-News18 સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે હિંસા દ્વારા ધારાસભ્યોને ધમકાવવાની આ રીત સફળ થશે નહીં.

બીજી તરફ શિવસેનાએ શનિવારે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. મુંબઈના પ્રમુખ નેતાઓ વિશેષકર શિવસેનાના વિદ્રોહી અને ભાજપાના દેવેન્દ્ર ફડણવીસના ઘર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. કોઇપણ હિંસક વિરોધ પ્રદર્શનને રોકવા માટે પોલીસની નજર છે.



આ પણ વાંચો - મહારાષ્ટ્રના રાજકીય ભૂકંપ વચ્ચે રાજ્યપાલની ભૂમિકા કેવી રહેશે? ફ્લોર ટેસ્ટની થઇ શકે છે જાહેરાત

શિવસેના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે અમે ડિપ્ટી સ્પીકરને 16 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની વિનંતી કરી છે. અમે ફરીથી ડિપ્ટી સ્પીકર સાથે વાત કરીને કાર્યવાહી શરુ કરવાની વિનંતી કરી છે. તેમને અયોગ્યતાની નોટિસ એક-બે દિવસમાં મળી જશે.

શિવસેનાના સિમ્બોલ પર દાવો કરશે શિંદે

શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે આજે સમર્થનમાં હોય તેવા ધારાસભ્યોની યાદી જાહેર કરશે. તેમણે 41 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. એકનાથ શિંદે કેમ્પ હવે શિવસેનાના સિમ્બોલ પર દાવો ઠોકવાની તૈયારીમાં છે. આસામના ગુવાહાટીની રેડિસન બ્લૂ હોટલમાં એકનાથ શિંદે સાથે મહારાષ્ટ્રના કુલ 42 ધારાસભ્યો હાજર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિંદે સાથે શિવસેનાના 34 અને આઠ અપક્ષ ધારાસભ્યો છે.
First published:

Tags: Maharashtra, Shivsena, Uddhav thackeray

विज्ञापन