મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : બહુમત છતા પણ સરકાર બનાવવાના છે આ 3 વિકલ્પ

News18 Gujarati
Updated: October 24, 2019, 4:41 PM IST
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : બહુમત છતા પણ સરકાર બનાવવાના છે આ 3 વિકલ્પ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : બહુમત છતા પણ સરકાર બનાવવાના છે આ 3 વિકલ્પ

બીજેપીને આશા કરતા ઓછી સીટો મળી છે, આવા સમયે શિવસેનાએ તેની સામે શરતો રાખવાની શરુ કરી દીધી છે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવાના શરુ થઈ ગયા છે. આશા પ્રમાણે બીજેપી-શિવસેના ગઠબંધનને બહુમત મળે તેમ જોવા મળી રહ્યું છે. 288 વિધાનસભામાં બહુમતનો આંકડો 144 છે. બીજેપીને આશા કરતા ઓછી સીટો મળી છે. આવા સમયે શિવસેનાએ તેની સામે શરતો રાખવાની શરુ કરી દીધી છે. લાગે છે કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવી આ બંને પાર્ટીઓ માટે આસાન રહેશે નહીં. આવા સમયે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ત્રણ તસવીર સામે આવી રહી છે.

અત્યાર સુધીના રુઝાન પ્રમાણે મહારાષ્ટ્રમાં બીજેપીની 104 સીટો ઉપર લીડ છે. શિવસેનાની 60 સીટ પર લીડ છે. એનસીપી 51 અને કૉંગ્રેસની 38 સીટો પર લીડ છે. રુઝાનો પછી શિવસેના અને એનસીપી તરફથી આવેલા નિવેદનોએ રાજ્યના રાજકારણને રસપ્રદ બનાવી દીધું છે. આવા સમયે સરકાર બનાવવા ત્રણ વિકલ્પો બની રહ્યા છે.

1. પ્રથમ વિકલ્પમાં બીજેપી અને શિવસેનાનું ગંઠબંધન છે. બંને સાથે ચૂંટણી લડ્યા અને બહુમતા આંકડા સુધી પહોંચ્યા પણ છે. આ બંને દળો 165થી 170 સીટો પર જીતતા જોવા મળી રહ્યા છે. જોકે આ તસવીર સ્પષ્ટ નથી, કારણ કે તેની પાછળ હકીહત ધુંધળી છે.

આ પણ વાંચો - હરિયાણા ચૂંટણી : દુષ્યંત ચૌટાલાની નજર CMની ખુરશી પર, કૉંગ્રેસની ઉપમુખ્યમંત્રીની ઑફર ઠુકરાવી

શું છે પરેશાની : શિવસેના મહારાષ્ટ્રની રાજનીતિ લાંબા સમય સુધી પોતાને મોટા ભાઈ કહે છે. આ સિવાય તેની નજર મહારાષ્ટ્રના સીએમ પદ ઉપર પણ ટકેલી છે. આ પ્રથમ ચૂંટણી છે, જ્યારે શિવસેના બીજેપથી ઓછી સીટો ઉપર ચૂંટણી લડી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને ગત ચૂંટણીના મુકાબલે ઓછી સીટો મળી છે. ગત વખતે બીજેપીને 122 સીટો મળી હતી. આ વખતે 104ની આસપાસ સિમટી જાય તેમ જોવા મળે છે. આવા સમયે શિવસેના બીજેપી સામે વધારે આક્રમક બની શકે છે. રુઝાનો પછી શિવસેના તરફથી જે નિવેદન આવ્યું છે તેનાથી બીજેપીની ચિંતા વધવી સ્વાભાવિક છે. શિવસેનાએ સીએમ પદનો દાવો કરતા અડધા મંત્રી પદ પણ માંગ્યા છે. તેના તરફથી અઢી-અઢી વર્ષ માટે સીએમ પદની માંગણી કરી છે. નિશ્ચિત છે કે બીજેપીને આ શરતો મંજૂર હશે નહીં.

2. શિવસેનાથી ધમકી પછી બીજેપી બીજો વિકલ્પ અપનાવી શકે છે. બીજેપી શિવસેનાનો સાથ છોડી શરદ પવારની એનસીપી સાથે હાથ મિલાવી શકે છે. એનસીપીને 50થી વધારે સીટો મળતી જોવા મળી રહી છે. જો આ બંને હાથ મિલાવે તો સરકાર આસાનીથી બની શકે છે. 2014માં ચૂંટણીમાં પરાજય પછી વિધાનસભામાં એનસીપીએ ઘણી વખત બીજેપીનો સાથ આપ્યો હતો.શું છે પરેશાની : એનસીપી બીજેપીનો સ્વાભાવિક સાથી નથી. શરદ પવાર પોતાની સેક્યુલર છાપના કારણે પણ બીજેપી સાથે હાથ મિલાવવા ખચકાઇ શકે છે. પાર્ટીના ઘણા મુસ્લિમ નેતાઓ નારાજ થાય તેવી સંભાવના છે.

3. મહારાષ્ટ્રમાં શિવસેના પાસે પણ સરકાર બનાવવાનો વિકલ્પ છે. બીજેપી પછી તે રાજ્યમાં બીજી સૌથી મોટી પાર્ટી છે. જો શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ સાથે આવી તો તેની સીટો 150 કરતા વધારે થઈ શકે છે. જે રાજ્યમાં સરકાર બનાવવા માટે યોગ્ય છે. શિવસેના એનસીપી સાથે સીએમ અને ડિપ્ટી સીએમના ફોર્મ્યુલા પર અઢી-અઢી વર્ષ માટે સીએમ પદ પોતાની પાસે રાખવાના વિકલ્પ પર વિચારી શકે છે.

શું છે પરેશાની : શિવસેના સાથે જવું એનસીપી કરતા વધારે પરેશાની કૉંગ્રેસને થઈ શકે છે. કૉંગ્રેસ ક્યારેય શિવસેના સાથે જોખમ લેશે નહીં. બીએમસીમાં જ્યારે શિવસેના બહુમત કરતા પાછળ રહી હતી ત્યારે કૉંગ્રેસે તેની સાથે જવાની ના પાડી દીધી હતી.
First published: October 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading