ગુસ્સે ભરાયેલા દીકરાએ પિતાનું ગુપ્તાંગ કાપી હત્યા કરી, બોલતો રહ્યો ફિલ્મી ડાયલોગ

જિમ ટ્રેનર દીકરાએ પહેલા પિતાની ગરદન પર ઘાતક ડૂચા ભર્યા અને બાદમાં ગુપ્તાંગ કાપી હત્યા કરી દીધી

જિમ ટ્રેનર દીકરાએ પહેલા પિતાની ગરદન પર ઘાતક ડૂચા ભર્યા અને બાદમાં ગુપ્તાંગ કાપી હત્યા કરી દીધી

 • Share this:
  નાગપુરઃ મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર (Nagpur) જિલ્લામાં 25 વર્ષીય યુવકે ગુસ્સામાં પોતાના પિતાની ગરદન પર ડૂચા ભર્યા અને પછી તેમના ગુપ્તાંગ કાપીને હત્યા કરી દીધી. પોલીસે રવિવારે જણાવ્યું કે ઘટના શનિવાર રાત્રે હુડકેશ્વર વિસ્તારમાં બની છે. આરોપીની ઓળખ વિક્રાંત પિલ્લેવર તરીકે થઈ છે. તેઓએ જણાવયું કે આરોપી એટલો હિંસક વ્યવહાર કરી રહ્યો હતો કે પોલીસને તેને પકડવામાં પણ ખૂબ મહેનત કરવી પડી. વિક્રાંતની વિરુદ્ધ હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે.

  વિક્રાંતે પિતાની હત્યા કેવી રીતે કરી?

  પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પરિવારના સભ્યોનું કહેવું હતું કે કોઈ બાબત નહોતી છતાંય વિક્રાંત ગુસ્સે ભરાઈ ગયો અને પોતાના પિતા વિજયની ગરદન પર ડૂચા ભરી દીધા. તેણે એટલા ગુસ્સામાં ડૂચા ભર્યા કે લોહી વહેવા લાગ્યું. પછી તેણે 55 વર્ષના પિતાને ખેંચીને બહાર લઈ ગયો અને ત્યાં તેમનું ગુપ્તાંગ કાપી દીધું, જેના કારણે પિતાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.

  આ પણ વાંચો, Lockdown: તંત્ર ક્રિયા માટે જવું હતું સ્મશાન, પોલીસે રોક્યા તો વિદેશીઓએ કર્યો હોબાળો

  જિમ ટ્રેનર છે વિક્રાંત

  હુડકેશ્વર પોલીસ સ્ટેશનના નિરીક્ષક રાજકમલ વાઘમારેએ જણાવ્યું કે, જિમ ટ્રેનર તરીકે કા કરતો વિક્રમ પિતાની હત્યા કરતી વખતે હિન્દી ફિલ્મના ડાયલોગ બોલી રહ્યો હતો અને વિચિત્ર વ્યવહાર કરી રહ્યો હોત. જ્યારે માતા અને બહેને તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે તે બંનેને પણ ધમકી આપી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને તેને પકડવામાં અને બાંધવા માટે ઓછામાં ઓછા પાંચ પોલીસકર્મીઓની જરૂર પડી. ઘણી મહેનત બાદ તેને ઝડપી શકાયો.  આ પણ વાંચો, લૉકડાઉનમાં મોંઘી પડી Porscheની સવારી, પોલીસે યુવક પાસે કરાવી ઉઠક-બેઠક
  Published by:user_1
  First published: