Maharashtra: અહમદનગરની કોવિડ હૉસ્પિટલમાં આગ લાગતા 10 દર્દીનાં મોત, ICU જ બન્યું સ્મશાન

Maharashtra Fire : અહમદનગરની કોવિડ હૉસ્પિટલમાં આગ, 10 દર્દી જીવતા ભૂંજાયા

Maharashtra Covid Hospital fire: અહમદનગર જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે મૃતકોની સંખ્યા 10એ પહોંચી, આગનો વીડિયો સામે આવ્યો

  • Share this:
    Maharashtra Covid Hospital fire: આજે ભાઈબીજના તહેવારે જ દેશમાં મોટી દુર્ઘટના સામે આવી છે. એકબાજુ આજે કોરોના વાયરસના (covid Patients in Maharashtra)  નવા કેસ તળિયે પહોંચી ગયા હતા તેની ખુશી હતી. તો બીજી બાજુ ગણ્યાગાંઠ્યા સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકીના મહારાષ્ટ્રના 10 કમનસીબ દર્દીનાં મોત નીપજ્યા છે. મહારાષ્ટ્રના (Ahmednagar Covid Hospital fire) અહમદનગરમાં આવેલી કોવિડ હૉસ્પિટલના આઈસીયુમાં આગ ભભૂકી ઉઠતા 10 દર્દીઓ ભૂંજાયા છે. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલ અને ભરૂચની હૉસ્પિટલ તેમજ અમદાવાદની શ્રેય હૉસ્પિટલ જેવી આગ લાગતા મહારાષ્ટ્રમાં પણ 10 દર્દીઓનાં મોત થયા હતા.

    આઈસીયુ વોર્ડમાં આગ : કોવિડ હૉસ્પિટનલી આ આગ મહારાષ્ટ્રના અહમદનગરની જિલ્લા હૉસ્પિટલના આઈસીયુમાં લાગી હતી. ભડભડ બળતી આગમાં દર્દીઓને બચાવવાની જહેમત ઉઠાવાવમાં આવી પરંતુ 10 દર્દીનાં મોત થઈ ગયા હતા. આઈસીયુમાં મોટાભાગે શોર્ટ સર્કિટ બાદ આ પ્રકારે આગ લાગતી હોય છે.

    કારણ જાણી શકાયું નથી

    પ્રાપ્ત વિગતો મુજબ અહમદનગરની આ હૉસ્પિટલમાં 20 દર્દીઓની સારવાર થઈ રહી હતી. જોકે, ઘટનામાં 10 દર્દીનાં મોત થઈ જતા લગભગ 50 ટકા દર્દીઓનાં મોત નીપજ્યા છે. જોકે, ઘટના સ્થળે આવેલા ધારાસભ્ય સંગ્રામ જગતાપે જણાવ્યું કે આગનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની તપાસ થવી જોઈએ. હૉસ્પિટલનું ફાયર ઑડિટ કરવામાં આવ્યું હતું કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ.



    ગુજરાતમાં આ પ્રકારે આગ લાગી ચુકી છે

    રાજ્યમાં અમદાવાદની શ્રેય હૉસ્પિટલ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલ, ભરૂચની વેલફેર હૉસ્પિટલમાં આગ લાગી હતી. આ આગમાં પણ રાજ્યમાં સૌથી વધુ મોત નીપજ્યા હતા. આ આગમા દર્દીઓ અને નર્સ સહિત 18નાં મોત નીપજ્યા હતા જ્યારે શ્રેય હૉસ્પિટલ અને રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં પણ આ પ્રકારે મોત નીપજ્યા હતા. આમ રાજ્યની બહાર આ મહારાષ્ટ્રનો પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે.

    આ પણ વાંચો : Coronavirus live updates: તહેવારોની વચ્ચે રાહતના સમાચાર, કોરોનાના કેસમાં એક જ દિવસમાં 14 ટકાનો ઘટાડો

    સેનેટાઇઝર આગને ઉપાડી લેતા હોય છે

    સેનેટાઇઝર આગ ભભૂકવાનું મુખ્ય કારણ હોય છે. આઈસીયુમાં જ્યારે શોર્ટ સર્કિટ થાય અને આગ લાગે છે ત્યારે વોર્ડમાં રહેલા સેનેટાઇઝર ઉદ્દીપકનું કામ કરે છે. અગાઉની આગમાં પણ આ પ્રકારના અવલોકન સામે આવ્યા છે ત્યારે કોરોનાની વિદાય વેળાએ આ એક ઘટનાએ દર્દીઓના સગા સાથે સાથે મહારાષ્ટ્રની જનતાને તહેવારોની વચ્ચે માતમમાં ધકેલી દીધા છે.
    Published by:Jay Mishra
    First published: