ન્યૂઝ 18 ગુજરાતી : મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ અમદાવાદ શહેરના સારંગપુરમાં આયોજીત બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. અમદાવાદમાં તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો પર ભાજપ જીતશે. તેમણે કહ્યું હતું કે ભાજપ દેશમાં જંગી બહુમતિથી ચૂંટાશે અને ગુજરાતમાં પણ લોકોએ મન બનાવી લીધું છે, ગુજરાતમાં પણ ભાજપ 26માંથી 26 તમામ બેઠકો જીતશે.
તેમણે કહ્યું,“વડાપ્રધાન મોદીએ ભારતને નવી ઓળખાણ આપી છે, આ વખતે ગુજરાતની 26 બેઠકો સારી લીડ સાથે ભાજપ જીતશે. હું તો ફક્ત શુભકામના આપવા માટે આવ્યો છું, પરંતુ મને લાગે છે લોકોએ મને બનાવી લીધું છે. ગુજરાતમાં તમામ 100 ટકા બેઠકો પર ભાજપનો વિજય થશે અને દેશમાં જંગી બહુમતીથી ફરી મોદી સરકાર બનશે.”
ખેડૂતોના પ્રશ્ન અંગે ફડણવીસે કહ્યું અમે સ્વીકારીએ છે કે ખેડૂતોના પ્રશ્ન છે,ખેડૂતોને સમસ્યા નથી તેવું બિલકુલ નથી પરંતુ જે એમએસપી છે, તેના મુદ્દે પાછલી સરકારોએ ખેડૂતોને ઠગ્યા હતા. મહારાષ્ટ્રમાં પાછલી સરકારે 450 કરોડની ખરીદી કરી હતી, અમે 8,500 કરોડની ખરીદી કરી છે. ખેડૂતો ખુશ છે કે તેમના વિશે વિશ્વના કોઈ પ્રથમ દેશમાં વિચારવામાં આવ્યું છે. ખેડૂતો ભાજપની મોદી સરકારથી ખુશ છે, ખેડૂતોને જે પેન્શન યોજનાનો લાભ મળવાનો છે, તેનાથી તેઓ ખુશ છે.”
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર