Home /News /gujarat /મહારાષ્ટ્રમાં જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરનું લાઈસન્સ રદ, જાણો શું છે સમગ્ર મામલો

મહારાષ્ટ્રમાં જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરનું લાઈસન્સ રદ, જાણો શું છે સમગ્ર મામલો

FDAએ જોન્સન એન્ડ જોન્સન કંપનીને બજારમાંથી ખરાબ પાઉડરને પરત લેવા કહ્યું છે.

મહારાષ્ટ્રના FDA(ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન)એ રાજ્યમાં જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરના લાઈસન્સને રદ કરી દીધું છે અને રાજ્યમાં પાઉડરના નિર્માણ અને વેચાણને રોકી દેવામાં આવ્યું છે. રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે પાઉડરનું પીએચ અનિવાર્ય સીમાથી ઉપર છે. મહારાષ્ટ્ર એફડીએના સૂત્રોએ સીએનબીસી-ટીવી 18ને જણાવ્યું કે અમે કંપનીને કારણ દર્શક નોટિસ ઈસ્યુ કરીને તેને એ વાત કહેવા માટે કહ્યું છે કે તેમનું લાઈસન્સ શાં માટે રદ ન કરી શકાય.

વધુ જુઓ ...
મુંબઈઃ મહારાષ્ટ્રના FDA(ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન)એ રાજ્યમાં જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરના લાઈસન્સને રદ કરી દીધું છે અને રાજ્યમાં પાઉડરના નિર્માણ અને વેચાણને રોકી દેવામાં આવ્યું છે. રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે પાઉડરનું પીએચ અનિવાર્ય સીમાથી ઉપર છે. મહારાષ્ટ્ર એફડીએના સૂત્રોએ સીએનબીસી-ટીવી 18ને જણાવ્યું કે અમે કંપનીને કારણ દર્શક નોટિસ ઈસ્યુ કરીને તેને એ વાત કહેવા માટે કહ્યું છે કે તેમનું લાઈસન્સ શાં માટે રદ ન કરી શકાય. FDAએ જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરના બે નમૂના એકત્રિત કર્યા હતા. તેમાંથી એક પુના અને બીજો નાસિકમાંથી લેવામાં આવ્યો હતો. રિસર્ચમાં એ વાત કહેવામાં આવી છે કે તે શિશુઓની ત્વચાના પાઉડર માટે નક્કી પીએચ માપદંડ પર ખરો ઉતર્યો નથી.

અમેરિકા અને કેનેડામાં કંપની સામે ઘણા કેસો પેન્ડિંગ

FDAએ કંપનીને બજારમાંથી ખરાબ પાઉડરના વેચવામાં ઉત્પાદોને પરત લેવા માટે કહ્યું છે. ગત મહિને જોન્સન એન્ડ જોન્સને કહ્યું હતું કે તે 2023માં વૈશ્વિક સ્તર પર ટેલકમ આધારિત બેબી પાઉડરનું વેચાણ બંધ કરી દેશે અને કોર્નસ્ટાર્ચ-આધારિત બેબી પાઉડરના પોર્ટફોલિયોમાં શિફ્ટ થઈ જશે. ઘણા કેસના કારણે અમેરિકા અને કેનેડામાં જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરનું વેચાણ બંધ કરવામાં આવ્યાના બે વર્ષ પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોર્નસ્ટાર્ચ આધારિત બેબી પાઉડર પોર્ટફોલિયામાં શિફ્ટ થવાનો નિર્ણય લેવાયો

જોન્સન એન્ડ જોન્સને એક પ્રેસ બ્રિફિંગમાં કહ્યું કે સમગ્ર વિશ્વમાં પોર્ટફોલિયો મુલ્યાંકનના હિસ્સાના ભાગ તરીકે અમે તમામ કોર્નસ્ટાર્ચ પર આધારિત બેબી પાઉડર પોર્ટફોલિયોમાં શિફ્ટ થવાનો પ્રોફેશનલ નિર્ણય લીધો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે લાંબાગાળાના વિકાસ માટે બિઝનેસને સારામાં સારી સ્થિતિમાં લાવવા માટે પોતાના પોર્ટફોલિોનું સતત મુલ્યાંકન અને અનુકુલન કરીએ છે. જોન્સન એન્ડ જોન્સને કહ્યું કે તેમનો કોર્નસ્ટાર્ચ આધારિત બેબી પાઉડર પહેલા ઘણા દેશોમાં વેચાઈ ચુક્યો છે.
First published:

Tags: Baby care, Johnson and johnson vaccine, Product