Home /News /gujarat /નાસીકથી અમદાવાદ આવતી બસને અકસ્માત,8મુસાફરો ઘાયલ
નાસીકથી અમદાવાદ આવતી બસને અકસ્માત,8મુસાફરો ઘાયલ
નવસારીઃ નવસારીમા ફરીએકવાર એસ.ટી બસના ડ્રાઈવરની બેદરકારીથી અકસ્માત સર્જાયો છે. અકસ્માતમા 22 પેસેંજરો પૈકી ડ્રાઈવર સહીત 8 ને ઇજા થઈ છે. જોકે સદનસીબે કોઇ જાનહાની ન થતાં રાહત અનુભવી છે.

નવસારી જલાલપોર તાલુકાના મરોલી ચારરસ્તા પાસે મોડી રાત્રે 2 વાગે મહારાષ્ટ્ર સરકારની નાસીકથી અમદાવદ જતી બસના ડ્રાઈવરની ભુલના કારણે અકસ્માત સર્જાયો છે. નાસીકથી નીકળેલ બસમા નવસારીથી ડ્રાઈવર બદલાયો હતો અને બસ સુરત તરફ જતી હતી ત્યારે ગફલત ભરી રીતે અને ચાર રસ્તા હોવા છતા પુર ઝડપે બસ હંકારતા ડ્રાઈવરે મરોલી ચાર રસ્તાપાસે ડીવાડર પર બસ ચઢાવી હતી.
જે બસ આખરે સરકલ સાથે ધડાકાભેર અથડાતા તેના આગળના વીલ પણ નીકળી ગયા હતા, ધડાકાભેર અથડાયેલ બસના અવાજને કારણે આસપાસના રહીસો દોડી આવ્યા હતા અને મુસાફરોને બસની બહાર કાઢી 108 ને બોલાવી હતી. નાશીકથી નીકળેલ બસમા કુલ 22 મુસાફરો હતા જેમા ડ્રાઈવર સહીત એક બાળકીને ગંભીર જ્યારે અન્ય 7 મુસાફરોને નાની મોટી ઇજા થતા તમામને નવસારી સીવીલ હોસ્પીટલમા સારવાર અર્થી લઈજવાયા હતા. જ્યારે એક મુસાફરને ગંભીર ઈજા હોય સુરત સીવીલમા રીફર કરવામા આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર