હિન્દુત્વ, ભીમા-કોરેગાંવ અને સાવરકર : શિવસેના-કૉંગ્રેસ-NCPની આ ત્રણ પૈડાની સરકારના માર્ગમાં અનેક અડચણો

BJPને આશા છે કે આંતરિક મતભેદોને કારણે શિવસેના-એનસીપી-કૉંગ્રેસ ગઠબંધન તૂટી જશે

BJPને આશા છે કે આંતરિક મતભેદોને કારણે શિવસેના-એનસીપી-કૉંગ્રેસ ગઠબંધન તૂટી જશે

 • Share this:
  ધવલ કુલકર્ણી, મુંબઈ : લોકસભા ચૂંટણી 2014માં બીજેપી-શિવસેના ગઠબંધનના મહારાષ્ટ્ર (Maharashtra)માં શાનદાર પ્રદર્શન બાદ જુલાઈ 2014માં ભારતીય જનતા પાર્ટી (BJP)એ મુંબઈમાં એક કાર્યક્રમ આયોજીત કર્યો હતો. આ કાર્યક્રમમાં બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ ચવ્હાણે માંગી કરી હતી કે શિવસેના (Shiv Sena) સાથે ગઠબંધન તોડીને રાજ્યમાં પોતાના દમ પર વિધાનસભા ચૂંટણીમાં ઉતરવું જોઈએ. ચવ્હાણે શિવસેનાની સાથે બીજેપીના ગઠબંધન (Alliance)ને 'તીન ટાંગ પર દૌડ' કરાર કર્યું હતું. તેમનું કહેવું હતું કે, શિવસેનાનો દબદબા વાળા વિસ્તારોમાં બીજેપીનો આધાર મજબૂત નથી થઈ રહ્યો, જે પાર્ટી માટે તણાવ અને ચિંતાની વાત હોવી જોઈએ. બાદમાં બીજેપી શિવસેનાની સાથે ગઠબંધન તોડી અને મહારાષ્ટ્રની સત્તા પર આવી હતી.

  ઠાકરેના નેતૃત્વમાં બનવા જઈ રહેલી સરકારના ટકવા પર લોકોને સંશય

  ચવ્હાણનું નિવેદન શિવસેના સાથે બીજેપીના ગઠબંધન તોડવાના ક્રમમાં થયેલા તમામ ઘટનાઓમાં એક હતી. બીજેપીએ શિવસેના સાથે ગઠબંધન તોડ્યું અને રાજ્યમાં પોતાની સ્થિતિ મજબૂત કરી. સમગ્ર ઘટનાક્રમના પાંચ વર્ષ બાદ ચવ્હાણનો આ રૂઢિપ્રયોગ શિવસેનાને ડરાવી શકે છે, કારણ કે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એનસીપી (NCP) અને કૉંગ્રેસ (Congress)ની સાથે ગઠબંધનમાં સરકાર બનાવવાની તૈયારીમાં છે. આ ત્રણેય પાર્ટીઓ વિચારધારા અને સંસ્કૃતિના મામલામાં એક-બીજાથી બિલકુલ અલગ છે. કૉંગ્રેસ અને એનસીપી એક-બીજાની મિરર ઇમેજ છે. શરદ પવાર (Sharad Pawar)એ 1999માં સોનિયા ગાંધીના (Sonia Gandhi) વિદેશી મૂળના મુદ્દો ઉઠાવતા કૉંગ્રેસથી અલગ થઈને એનસીપી બનાવી હતી. બીજી તરફ, શિવસેનાના કાર્ય પદ્ધતિ આ બંનેથી અલગ છે. આ કારણે લોકોને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં બનનારી ગઠબંધન સરકારના સ્થાયીપણાને લઈ સંશય છે.

  શિવસેનાનું હિન્દુવાદી વલણ કૉંગ્રેસ માટે રાષ્ટ્રીય સ્તરે પડકાર

  શિવસેનાને એક સમય સુધી કૉંગ્રેસની 'બી ટીમ' માનવામાં આવતી હતી. કહેવામાં આવે છે કે શિવસેનાએ પોતાના શરૂઆતના સમયમાં કૉંગ્રેસ માટે મુંબઈના કામદારોની વચ્ચે ડાબેરીઓની પહોંચને ખતમ કરવાનું કામ કર્યું હતું. જોકે, ત્યારથી અત્યાર સુધી મુંબઈના કાંઠે દરિયાનું ઘણું પાણી ટકરાઈને પરત જઈ ચૂક્યું છે. સમયની સાથે શિવસેનાનો રાજકીય અને સામાજિક આધાર વધતો ગયો, પરંતુ પાર્ટી પોતાને કોઈ એક વિચારધારાને સમર્થક તરીકે સ્થાપિત ન કરી શકી. ત્યારબાદ 1980ના દશકમાં શિવસેનાએ હિન્દુત્વની વિચારધારાને લઈ આગળ વધવાની શરૂઆત કરી દીધી. હવે શિવસેનાનો આ હિન્દુત્વનો ચહેરો રાષ્ટ્રીય સ્તરે કૉંગ્રેસને મુશ્કેલીમાં મૂકી શકે છે. કૉંગ્રેસ જ્યાં-જ્યાં લઘુમતીઓના મુદ્દા પર અવાજ ઉઠાવશે, ત્યારે-ત્યારે મહારાષ્ટ્રમાં ભગવા પાર્ટીની સાથે સત્તામાં રહેનારી પાર્ટીની સામે અનેક સવાલ ઊભા થઈ જશે.

  શિવસેના અને એનસીપી મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં પ્રખર વિરોધી

  મહારાષ્ટ્રમાં અનેક એવા વિસ્તાર છે જ્યાં શિવસેના અને એનસીપી એકબીજાના પ્રખર વિરોધી તરીકે સ્થાપિત છે. એવામાં કોઈ પણ એક પાર્ટીને બીજાને નુકસાન પહોંચાડીને જ આ વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરવી પડશે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં 57 સીટો પર શિવસેના અને એનસીપી વચ્ચે સીધો મુકાબલો હતો. એનસીપી પ્રમુખ શરદ પવાર એ સારી રીતે જાણે છે કે તેમની પાર્ટીને મળેલા વોટોમાં મોટો હિસ્સો સત્તા વિરોધી મતોનો હતો. તેમાં પણ કેટલોક હિસ્સો શિવસેનાના વિરોધના કારણે એનસીપીના પક્ષમાં આવ્યો હતો. સ્પષ્ટ છે કે ત્રણેય સહયોગીઓની વચ્ચે ગઠબંધન રાજકીય મહાત્વાકાંક્ષાને કોઈ પણ રીતે પૂરી કરવાની ઈચ્‍છાના કારણે જ થયું છે. ત્રણેય પાર્ટી દેશના સોથી મોટા શહેર અને ઔદ્યોગિક રાજ્યની સત્તા પર કોઈ પણ કિંમત પર આરૂઢ થવા માંગે છે. સાથોસાથ ત્રણેય પાર્ટીઓ પર બીજેપીને કોઈ પણ રીતે સત્તાથી દૂર રાખવાનું દબાણ પણ હતું.

  ઘાયલ બીજેપી વળતો ઘા કરવાની કોઈ તક ગુમાવશે નહીં

  મહારાષ્ટ્રના રાજકારણમાં ઝડપથી બદલાયેલા ઘટનાક્રમથી ઘાયલ બીજેપી પણ શિવસેનાને ઈજા પહોંચાડવાન કોઈ તક ગુમાવશે નહીં. બીજેપીને આવી એક તક સાંપ્રદાયિક મુદ્દાઓ અને ત્રણ પક્ષોની વૈચારિક અસહમતિથી ક્યારે પણ મળી શકે છે. તેમાં વિનાયક દામોદર સાવરકર (Savarkar)ને ભારત રત્નનો જૂનો મુદ્દો પણ સામેલ છે. આ ઉપરાંત, શિવસેના અને કૉંગ્રેસ-એનસીપીનો દૃષ્ટિકોણ ભીમા-કોરેગાંવ હિંસા (Bhima-Koregaon Violence)ના મુદ્દે એક-બીજાથી ઉલટો છે. સાથોસાથ મુસ્લિમ સમુદાયના અનામતની માંગ ઉપર પણ ત્રણેય પાર્ટી એકમત નથી. આ તમામ મુદ્દા ત્રણેય પાર્ટીઓની વચ્ચે ક્યારે પણ કડવાશ ઊભી કરી બીજેપીને હુમલો કરવાની તક આપી શકે છે. શિવસેનાના કેટલાક નેતાઓએ સ્વીકાર્યું કે પાર્ટી હિન્દુત્વના મુદ્દાને લઈ એનસીપી-કૉંગ્રેસની સાથે નહીં ચાલી શકે. એવામાં આ મુદ્દાને કોલ્ડ સ્ટોરેજમાં કેદ કરવામાં આવશે. બીજેપીને આશા છે કે અનેક મુદ્દાઓ પર અસહમતિના કારણે શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી ગઠબંધન તૂટશે અને તેને સત્તામાં દખલ કરવાની તક મળશે.

  (લેખક પત્રકાર અને ધ કજિન્સ ઠાકરે : ઉદ્ધવ, રાજ એન્ડ ધ શૅડો ઑફ ધેર સેનાઝના લેખક છે. લેખ તેમના અંગત વિચાર છે.)

  (સમગ્ર અહેવાલ અંગ્રેજીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો.)

  આ પણ વાંચો,

  થપ્પડ ખાઈને પણ જે વિચલિત ન થાય તે શરદ પવાર છે
  અજિત પવારને ભેટી પડ્યા બાદ સુપ્રિયા સુલેએ કહ્યુ- ભાઈ અને મારી વચ્ચે કોઈ ઝઘડો નથી
  Published by:user_1
  First published: