Home /News /gujarat /ગાંધીનગર: મહાઅષ્ટમીના દિવસે 35 હજાર દીવાની કરાઇ આરતી, જુઓ અર્ધનારેશ્વરની પ્રતિકૃતિનો વીડિયો

ગાંધીનગર: મહાઅષ્ટમીના દિવસે 35 હજાર દીવાની કરાઇ આરતી, જુઓ અર્ધનારેશ્વરની પ્રતિકૃતિનો વીડિયો

વીડિયોમાંથી લીધેલી તસવીર

Gandhinagar Navratri: 35 હજારથી વધુ દીવડાની આરતી કરાતા વાતાવરણમાં અનોખો ઉત્સાહનો સંચાર થયો હતો

  ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં કલ્ચરલ ફોરમ દ્વારા સોમવારે મહાઅષ્ટમીના દિવસે યોજાતી આરતીમાં અર્ધનારેશ્વરની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. બે વર્ષ પછી આ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સુંદર પ્રતિકૃતિમાં 35 હજારથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. છેલ્લા 25 વર્ષથી મહાઆરતીની આ પરંપરા ચાલતી આવે છે.

  35 હજારથી વધુ દીવડાની આરતી કરાતા વાતાવરણમાં અનોખો ઉત્સાહનો સંચાર થયો હતો. આ નજારો જોવા જેવો બની ગયો હતો. હજારો લોકોએ આ મહાઆરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.


  " isDesktop="true" id="1260516" >

  છોટાઉદેપુરના અનોખા ગરબા


  પાવી જેતપુરમાં આવેલા નાનકડા એવા તારાપુર ગામના અવનવા ગરબા આજુબાજુનાં પંથકમાં ખૂબ પ્રસિદ્ધ થયા છે. નવરાત્રીમાં આમ તો અનેક પ્રકારના ગરબા રમતા હોય છે. એવી જ રીતે તારાપુરમાં પણ ઘણાબધા પ્રકારના ગરબા રમાય છે. જોકે, થાળી ગરબા અને દોરડા રાસ અહીંની ખાસિયત છે. પાવી જેતપુરની બાજુમાં જ તારાપુર ગામ આવેલું છે.

  આ પણ વાંચો: રૂપાલની પલ્લીમાં લાખો લીટર ઘી નો કેમ થાય છે અભિષેક

  અહીં મોટેભાગે પાટીદાર સમાજની વસ્તી છે. અહીંયા નવરાત્રીમાં 1થી 21 તાળીના ગરબા રમાય છે. મળતી માહિતી પ્રમાણે ખોબા જેવડા તારાપુર ગામમાં માંડ 30 ઘરો છે. એમાં પણ અડધાથી વધારે ઘર બંધ હાલતમાં છે. અહીંના લોકો વિદેશમાં સ્થાયી થયા છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં રહે છે. જોકે, ગામમાં હજાર લોકો ખૂબ જ ધામધૂમ પૂર્વક નવરાત્રીની ઉજવણી કરે છે. આ રીતે અહીં છેલ્લા 70 વર્ષથી ભવ્યતાથી પારંપરિક ગરબા કરવામાં આવે છે. આ ગામમાં માત્ર 100થી 150 જેટલા લોકોની વસ્તી છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Navratri 2022, ગાંધીનગર, ગુજરાત, નવરાત્રી

  विज्ञापन
  विज्ञापन