નવી દિલ્હી : મધ્ય પ્રદેશની રાજનીતિ (MP Politics)માં હવે બધુ બરાબર નથી રહ્યું. સીએમ કમલનાથ (Madhya Pradesh Chief Minister Kamal Nath) આજે નવી દિલ્હીમાં સોનિયા ગાંધી (Sonia Gandhi)ને મળ્યા અને બાદમાં તાબડતોબ ભોપાન (Bhopal) જવા રવાના થઈ ગયા હતા. જતાં જતાં કહેતા ગયા કે કોઈ પણ મામલે કોઈ વિવાદ કે સંકટ નથી. આગળની રણનીતિ ભોપાલમાં બનાવવામાં આવશે. આ વચ્ચે મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે સિંધિયા સમર્થક મંત્રીઓ અને ધારાસભ્યોના (Scindia Supporter Minister and MLA) ફોન બંધ આવી રહ્યા છે, જે કમલનાથ સરકાર પર સંકટનો ઇશારો કરે છે.
સોનિયા ગાંધી સાથે મુલાકાત
મધ્ય પ્રદેશમાં રાજકીય ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી કમલનાથે આજે દિલ્હીમાં કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ બહાર નીકળતી વખતે તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. કમલનાથે કહ્યુ કે ભોપાલ જઈ રહ્યો છું. આગળની રણનીતિ ત્યાં જ ઘડવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યસભા સીટ અને દાવેદારી અંગે કોઈ વિવાદ નથી. અમારા નેતા સોનિયા ગાંધી સામે તમામ મુદ્દે વાતચીત થઈ છે. રાજ્યસભા માટે નામોને બહુ ઝડપથી અંતિમ મહોર મારવામાં આવશે.
આ પણ વાંચો : 60 વર્ષે લગ્નના બંધનમાં બંધાયા મુકુલ વાસનિક, CM અશોક ગહલોતે પાઠવી શુભેચ્છા
ગોટાળાના ખુલાસાથી બીજેપી પરેશાન
સીએમ કમલનાથે મધ્ય પ્રદેશની વર્તમાન પરિસ્થિતિ અંગે જણાવતા વિપક્ષ પર પ્રહારો કરતા કહ્યુ કે બીજેપીના નેતાઓથી રહેવાતું નથી. 15 વર્ષના ગોટાળાનો ખુલાસો થવા જઈ રહ્યો છે. આ કારણે ભાજપના નેતાઓ પરેશાન છે. સીએમએ કહ્યુ કે તમામ લોકો જાણે છે કે મધ્ય પ્રદેશ કૉંગ્રેસમાં કોઈ જૂથવાદ નથી. મેં દરેક કૉંગ્રેસના કાર્યકરનો સાથ આપ્યો છે. મારું કોઈ જૂથ નથી. ગાયબ થયેલા ધારાસભ્યો અંગે કમલનાથે કહ્યુ કે, ધારાસભ્યોએ એવું કહ્યું છે કે તેઓ તીર્થ યાત્રા પર ગયા છે. સીએમએ રાજ્યના લોકોને હોળીની શુભેચ્છા પણ પાઠવી હતી.
સિંધિયા સમર્થક મંત્રી-ધારાસભ્યોના ફોન બંધ
આ સમાચાર વચ્ચે સિંધિયા સમર્થક મંત્રી અને ધારાસભ્યોએ નવું ગતકડું કર્યુ છે. સિંધિયા જૂથના આશરે 18 મંત્રી અને ધારાસભ્યોએ ફોન બંધ કરી દીધા છે. જેમાં ધારાસભ્ય જસવંત જાટવ, મુન્નાલાલ ગોયલ, ગિર્રાજ દંડોતિયા, ઓપીએસ ભદૌરિયા ઉપરાંત કમલનાથ સરકારના મંત્રી પદ્યુમન સિંહ તોમર, મહિલા વિકાસ મંત્રી ઇમરતી દેવી અને સ્વાસ્થ્ય મંત્રી તુલસી સિલાવટ જેવા મોટા નામ સામેલ છે.
આ પણ વાંચો : અજાણી મહિલા બાળકીને કાળો ટીકો લગાવીને શૌચાલયના વૉશ બેસિનમાં છોડી ગઈ
Published by:News18 Gujarati
First published:March 09, 2020, 18:08 pm