MP 'ઑપરેશન લોટસ' : BJPના આ મુસ્લિમ નેતા બન્યા જ્યોતિરાદિત્ય સિંધિયાના સારથી

કોણ હતું જેણે જ્યોતિરાદિત્‍ય સિંધિયા અને બીજેપીની વચ્ચે 'ડીલ' કરાવી? તે વ્યક્તિનો PM મોદી સાથે છે સીધો સંપર્ક

કોણ હતું જેણે જ્યોતિરાદિત્‍ય સિંધિયા અને બીજેપીની વચ્ચે 'ડીલ' કરાવી? તે વ્યક્તિનો PM મોદી સાથે છે સીધો સંપર્ક

 • Share this:
  નવી દિલ્હી : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં સોમવાર સાંજથી શરૂ થયેલી રાજકીય ઉથલપાથલ સતત વેગ પકડી રહી છે. મુખ્યમંત્રી કમલનાથ (Kamalnath)થી નારાજ કૉંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiriaditya Scindia) પાર્ટીથી રાજીનામું આપી ચૂક્યા છે. આજે તેઓ બીજેપી (BJP)માં જોડાશે તેવી ચર્ચાઓ છે. આ બધાની વચ્ચે રાજકીય વર્તુળોમાં અનેક સવાલો છે. એ કોણ હતું જેણે જ્યોતિરાદિત્‍ય સિંધિયા અને બીજેપીની વચ્ચે 'ડીલ' કરાવી? કોણે છે તે વ્યક્તિ જેણે સિંધિયાને 18 વર્ષનો કૉંગ્રેસનો સાથ છોડવા માટે રાજી કર્યા? તે કોણ છે જેની મદદથી સિંધિયાની હવે ભગવા પાર્ટીમાં એન્ટ્રી થવાની છે? આ તમામ સવાલોનો જવાબ એક જ છે.

  અંગ્રેજી વેબસાઇટ 'આઉટલુક'ના રિપોર્ટ મુજબ, મધ્ય પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ પાછળ બીજેપીના પ્રવક્તા ઝફર ઈસ્લામ (Zafar Islam)નો હાથ છે. જફરે જ સિંધિયાને કૉંગ્રેસથી છેડો ફાડીને બીજેપી કેમ્પમાં લાવવા માટે મહત્વની ભૂમિકા નિભાવી છે.

  રાજનીતિમાં આવ્યા પહેલા બેંકમાં નોકરી કરતા હતા ઝફર

  ઝફર ઈસ્લામ મીડિયા માટે જાણીતો ચહેરો છે. ટીવી ચેનલો પર ડિબેટમાં તેઓ રોજ બીજેપીનો બચાવ કરે છે. રાજનીતિમાં આવતાં પહેલા તેઓ એક વિદેશી બેંકમાં કામ કરતા હતા અને લાખોનો પગાર ધરાવતા તા. જોકે, બાદમાં તેઓ પીએમ મોદીથી પ્રભાવિત થઈને બીજેપીમાં જોડાઈ ગયા.

  એવું કહેવામાં આવે છે કે મૃદુ ભાષી અને ખૂબ શાલીન વ્યક્તિત્વ ધરાવતા ઝફર ઈસ્લામના પીએમ મોદી (PM Narendra Modi) સાથે ઘણા સારા સંબંધ છે. આ જ કારણ છે કે બીજેપીએ જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટીમાં લાવવા માટે તેમને જ પસંદ કર્યા.


  પાંચ મહિનામાં સિંધિયા-ઝફરની અનેક મુલાકાતો થઈ

  રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી લખવામાં આવ્યું છે કે, ઝફર ઈસ્લામ અને જ્યોતિરાદિત્ય સિંધિયા એક-બીજાને ઘણા લાંબા સમયથી જાણતા હતા. સિંધિયાના દિલ્હી સ્થિત ઘરે પણ ઝફરની મુલાકાત થઈ ચૂકી છે. જોકે, છેલ્લા પાંચ મહિનાથી ઝફર અને સિંધિયાની વચ્ચે મુલાકાતનો સિલસિલો વધી ગયો હતો. માનવામાં આવી રહ્યું છે કે અહીંથી બીજેપીની ગેમ શરૂ કરી હતી.

  શરૂ થયું 'ઑપરેશન લોટસ'

  સૂત્રો જણાવે છે કે, સિંધિયા અને ઝફર હાલમાં પાંચ વાર મળી ચૂક્યા હતા. ઝફરે દરેક મિટિંગની મિનિટ્સ પણ બીજેપી હાઇકમાન્ડને શૅર કરી હતી. મુલાકાતના પરિણામોના ગહન અધ્યયન બાદ જ બીજેપીએ મધ્ય પ્રદેશમાં 'ઑપરેશન લોટસ' શરૂ કરી દીધું હતું.

  સિંધિયા મુજબ જ ચાલ્યું ઑપરેશન

  સૂત્રોનું માનીએ તો, આ સમગ્ર ઑપરેશનમાં બીજેપી તરફથી માત્ર લૉજિસ્ટિક અને અન્ય મદદ આપવામાં આવી. સમગ્ર ઑપરેશન જ્યોતિરાદિત્ય સિંધિયા મુજબ જ ચાલ્યું. ત્યાં સુધી કે સોમવાર અને મંગળવારે જ્યોતિરાદિત્ય સિંધિયાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત સમયે પણ ઝફર ઈસ્લામ 7, લોક કલ્યાણ માર્ગ ખાતે ઉપસ્થિત હતા.

  આ પણ વાંચો, હવે રાજસ્થાનનો વારો! BJP સૂત્રોનો દાવો - કૉંગ્રેસના 3 ડઝન ધારાસભ્ય અમારા સંપર્કમાં

  બીજી તરફ, મંગળવારે જ્યારે ગૃહ મંત્રી અમિત શાહ જ્યોતિરાદિત્ય સિંધિયાને લઈ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા, તો તે સમયે પણ ઝફર ઈસ્લામ ગૃહ મંત્રી અમિત શાહની ગાડીમાં સવાર હતા. આવી રીતે સિંધિયાને કૉંગ્રેસથી અલગ કરવામાં ઝફરે સૌથી મોટી ભૂમિકા નિભાવી.


  નોંધનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસ પાર્ટી છોડી, તો મધ્ય પ્રદેશમાં હોબાળો મચી ગયો છે. સિંધિયાના રાજીનામા બાદ કૉંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ રાજીનામું આપી દીધું. જેનાથી કમલનાથ સરકાર ખતરામાં આવી ગઈ છે. સિંધિયા બળવાખોર થયા બાદ મધ્ય પ્રદેશની કમલનાથના નેતૃત્વવાળી કૉંગ્રેસ સરકાર પડવાના આરે છે. જોકે, કમલનાથ હજુ પણ કહી રહ્યા છે કે ચિંતાનું કોઈ કારણ નથી. સરકાર ફ્લોર ટેસ્ટ પાસ કરી લેશે.

  આ પણ વાંચો, MP રાજકીય સંગ્રામ : કમલનાથ પોતાના ધારાસભ્યોને જયપુર મોકલવાની તૈયારીમાં

  Published by:user_1
  First published: