Home /News /gujarat /હેવાનિયતનો video, ઝાડ ઉપર લટકાવીને પુત્રીને જાનવરોની જેમ મારી, યુવતી કહ્યા વગર મામાના ઘરે ગઈ હતી
હેવાનિયતનો video, ઝાડ ઉપર લટકાવીને પુત્રીને જાનવરોની જેમ મારી, યુવતી કહ્યા વગર મામાના ઘરે ગઈ હતી
યુવતીને માર મારતો વાયરલ વીડિયો
Madhya Pradesh news: યુવતીને પહેલા ઘરે માર માર્યો હતો અને ત્યારે બાદ ખેતરમાં લઈ ગયા હતા. અને ઝાડ સાથે લટકાવીને તેના મારવાનું શરુ કર્યું હતું. તે આજીજી કરતી રહેતી હતી પરંતુ પિતાને સહેજ પણ દયા ન આવી. યુવતીની બુમો સાંભળીને લોકોની ભીડ એકઠી થઈ હતી.
લીરાજપુરઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) અલીરાજપુરમાંથી હેવાનિયત ભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. ચોંકાવનારા સમાચાર એવા છે કે એક યુવતી કહ્યા વગર મામાના ઘરે જતી રહી હતી તો તેના ભાઈઓ અને પિતાએ તેને ઝાડ ઉપર લટકાવીને બેરહેમીથી માર (girl beaten by father and brother) માર્યો હતો. તેમને શંકા હતી કે યુવતી કોઈની સાથે ભાગી ગઈ હતી. ભાઈઓ અને પિતાએ યુવતીને ઝાડ સાથે લટકાવીને લાકડી વડે ફટકારી હતી. યુવતીની ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ (accused arrested) કરીને જેલ ભેગા કરી દીધા હતા.
મળતી માહિતી પ્રમાણે આલીરાજપુર જિલ્લા મુખ્યાલય નજીક 50 કિલોમીટર દૂર સ્થિત બોરી પોલીસ સ્ટેશનના ફૂટતાલાબ ગામની આ ઘટના છે. અહીં 19 વર્ષીય યુવતીનું સાસરું ભૂરછવડી ગામમાં થાય છે. તેનો પતિ સાસરી છોડીને ગુજરાત મજૂરી કરવા આવ્યો હતો. આ વાતથી યુવતી નારાજ હતી. સાસરીમાં કોઈને કહ્યા વગર તે મામાના ઘરે પહોંચી હતી. ત્યારે તેના મામાએ પણ ઘરે બેરહેમીથી માર માર્યો હતો.
માનવામાં આવી રહ્યું છે કે યુવતી ઘરના લોકો તેને 28 જૂને પિયર ફૂટતાલાબ લઈને આવ્યા હતા. ત્યારબાદ તેને જાનવરોની જેમ મારી હતી. યુવતીના ભાઈ કારમ, દિનેશ, ઉદય અને પિતા કેલ સિંહ નિનામાએ યુવતી ઉપર સહેજ પણ રહેમ ન્હોતી રાખી.
યુવતીને પહેલા ઘરે માર માર્યો હતો અને ત્યારે બાદ ખેતરમાં લઈ ગયા હતા. અને ઝાડ સાથે લટકાવીને તેના મારવાનું શરુ કર્યું હતું. તે આજીજી કરતી રહેતી હતી પરંતુ પિતાને સહેજ પણ દયા ન આવી.
આટલાથી ન ધરાતા ઝાડ પરથી નીચે ઉતારીને જમીન ઉપર પટકીને આરોપીઓ યુવતી ઉપર તૂટી પડ્યા હતા. આ દરમિયાન યુવતીની બુમો સાંભળીને લોકોની ભીડ એકઠી થઈ હતી. પરંતુ કોઈ બચાવવા વચ્ચે પડ્યું નહીં. લોકો તમાશો જોઈ રહ્યો હતો. આરોપીઓએ યુવતીને માર મારીને ધમુવી કરી દીધી હતી.
" isDesktop="true" id="1110860" >
આ તમાશા વચ્ચે ઘટનાનો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો હતો. યુવતીને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ ફરિયાદ થઈ હતી. પોલીસે પીડિતાના ત્રણે ભાઈઓ અને પિતા સામે ફરિયાદ દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી. એસપી પી. વિજય ભગવાનીએ કહ્યું કે આરોપીઓ સામે રિપોર્ટ નોંથી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર