વડોદરાઃ Zomatoના ડિલિવરી બોયનો વીડિયો થયો વાયરલ, લોકો કરી રહ્યાં છે વખાણ

News18 Gujarati
Updated: August 2, 2019, 8:35 PM IST
વડોદરાઃ Zomatoના ડિલિવરી બોયનો વીડિયો થયો વાયરલ, લોકો કરી રહ્યાં છે વખાણ
વડોદરાના ડિલિવરી બોયનો વીડિયો વાયરલ

વરસાદમાં લોકો પોતાના ઘરની બહાર નીકળી શક્તાં ન હતા એવામાં ડિલિવરી બોયની હિમ્મત જોઇ બધા તેના સોશિયલ મીડિયા પર વખાણ કરી રહ્યાં છે.

  • Share this:
ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની જોમેટો ફરી એકવાર ચર્ચામાં છે. જો કે આ વખતે ચર્ચામાં રહેવાનું કારણ વિવાદથી અલગ છે. આ પહેલા એક યૂઝર્સે ગેર-હિન્દુ ડિલિવરી બોય પાસેથી જમવાની મનાઇ કરી હતી, જેના પર વિવાદ ચાલ્યો હતો, જો કે જોમેટો બોયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જે કહેવામાં આવી રહ્યું છે કે વડોદરાનો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વીડિયો વડોદરાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે ભારે વરસાદને કારણે રસ્તા પર ગોઠણડૂબ પાણી ભરાયેલા છે, આ વીડિયો ઋત્વિજ પટેલ નામના એક શખ્સે શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું કે ગુજરાતના વડોદરામાં ભારે વરસાદ પડી રહ્યો છે, દરેક જગ્યાએ પાણી ભરાયેલું છે. આ દરમિયાન જોમેટોના એક ડિલિવરી બોયનું બાઇક પાણીમાં ફસાઇ ગઇ છે. તે બાઇક ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ તે નિષ્ફળ રહ્યો.

 
પાણીમાં ફસાયેલો ડિલિવરી બોય કોઇ સાથે ફોન પર વાત કરતો નજર આવી રહ્યો છે. ત્યારે કેટલાક લોકો આવતા નજર આવે છે અને તેને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. ડિલિવરી બોયની મદદ કરે છે. આ વીડિયો 2:20 મિનિટનો છે. પરંતુ વિચારવા જેવું છે કે આટલા વરસાદમાં લોકો પોતાના ઘરની બહાર નિકળી શક્તાં ન હતા એવામાં ડિલિવરી બોયની હિમ્મત જોઇ બધા તેના સોશિયલ મીડિયા પર વખાણ કરી રહ્યાં છે.
First published: August 2, 2019, 8:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading