વડોદરા: શહેરના જેતલપુર રોડ પર ગુરૂવારની મોડી રાત્રે અકસ્માત (Vadodara accident) સર્જાયો હતો. જેમા એક્ટિવા ચાલક યુવક બસ સાથે ધડાકાભેર અથડાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં યુવાને જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (accident cctv) કેમેરામાં કેદ થઇ છે. 25 વર્ષનો પ્રથમેશ દવે (prathmesh Dave accident cctv) પરિવારનો એકનો એક પુત્ર હતો.
અકસ્માતમાં માથામાં ગંભીર ઇજા થઇ હતી
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના ડભોઇ રોડ ઉપર રાજનગર સોસાયટીમાં રહતો 25 વર્ષિય પ્રથમેશ જયેશભાઇ દવે તા. 30 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે પોતાના ટુ વ્હીવલર વાહન ઉપર મુજમહુડા રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. આ રોડ પરથી પસાર થઇ રહેલી લક્ઝરી બસ સાથે તે ભટકાયો હતો. જેથી તેને ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું. અકસ્માતમાં પ્રથમેશને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.અકસ્માત પછી વાહનચાલક સ્થળ પરથી ભાગી છૂટયો હતો.પ્રથમેશને એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ડોક્ટરે તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગુનો દાખલ કરી વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
પરિવારનો એકનો એક દીકરો
મૃતક યુવાન યજમાનવૃત્તી કરતો હતો. તે તેના માતા-પિતાનો એકમાત્ર સંતાન હતો. તેમના દીકરાનું અકસ્માતમાં મોત થવાના સમાચાર મળતા જ માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. યુવાનના મિત્રો અને સંબંધીઓને પણ માનવામાં આવતું ન હતું કે, તેની મોત નીપજ્યું છે.
વડોદરાના જેતલપુર રોડ પર ગુરૂવારની મોડી રાત્રે વિચિત્ર અકસ્માત સર્જાયો...એક્ટિવા ચાલક યુવક બસ સાથે ધડાકાભેર અથડાયો હતો.. અકસ્માતની આ વિચિત્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ pic.twitter.com/lzgcOrcLhZ
આ અક્સમાતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોવા મળ્યું હતુ કે, ગંભીર ઘાયલ યુવાન કણસતો હતો. પરંતુ પસાર થયેલી એક કારના ચાલક સહિત એક પણ વ્યક્તિ તેની મદદે આવ્યો ન હતો. આ બનાવ અંગે ગોત્રી પોલીસે પોલીસે પરિવારની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર