Home /News /gujarat /અમદાવાદ: ઘાટલોડીયામાં પાડોસી પોલીસકર્મીના ત્રાસથી કર્યો યુવકે આપઘાત!

અમદાવાદ: ઘાટલોડીયામાં પાડોસી પોલીસકર્મીના ત્રાસથી કર્યો યુવકે આપઘાત!

પોલીસકર્મી સાથે યુવકને પાણી મુદ્દે માથાકૂટ થઈ હતી. પાણી છોડવા બાબતે પોલીસકર્મીએ યુવકને માર માર્યો હતો

પોલીસકર્મી સાથે યુવકને પાણી મુદ્દે માથાકૂટ થઈ હતી. પાણી છોડવા બાબતે પોલીસકર્મીએ યુવકને માર માર્યો હતો

    અમદાવાદમાં એક યુવાને પાડોસી પોલીસકર્મીના ત્રાસથી આપઘાત કરી લીધો હોવાની ચર્ચાથી પુરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘાટલોડીયા પોલીસે તપાસ હાથ ધરી.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાટલોડીયાના સાંકેત રો-હાઉસ કોમનના એક ઘરમાં એક યુવાને આપઘાત કરી લીધો છે. 32 વર્ષીય યુવકે હાથની નસ કાપી નાખી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પોલીસને આ મુદ્દે જાણ કરતા ઘાટલોડીયા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

    મૃતક યુવકના પરિવારે આક્ષેપ કર્યો છે કે, ચાહર દિવસ પહેલા સ્થાનિક રહેવાસી એવા પોલીસકર્મી સાથે યુવકને પાણી મુદ્દે માથાકૂટ થઈ હતી. પાણી છોડવા બાબતે પોલીસકર્મીએ યુવકને માર માર્યો હતો. પોલીસકર્મીના ત્રાસથી જ યુવકે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

    ઘાટલોડીયા પોલીસે પરિવારના આક્ષેપ બાદ તપાસ હાથ ધરતા માલુમ થયું કે, આરોપી પોલીસકર્મી વિપુલ પંડ્યા ઘર બંધ કરીને ફરાર થઈ ગયો છે. પોલીસે મૃતકની લાસને સોલા સિવીલમાં પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    ઉલ્લેખનીય છે કે, આજે અન્ય બે આપઘાતના કેસ પણ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના બલગાણા ગામમાં એક જ પરિવારના ચાર સભ્ય પતિ-પત્નિ અને બે બાળકોએ આર્થિક સંકડામણના કારણે કુવામાં એકબીજાને બાંધી જીવન ટુકાવ્યું છે. તો, આ બાજુ પોરબંદરના રાણાવાવના આદિત્યાના ગામમાં પ્રેમમાં દગો મળતા એક યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Committed suicide, Neighbor, Torture, Youth, અમદાવાદ, પોલીસ`

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन