Home /News /gujarat /

અમદાવાદઃ પોલીસકર્મીની પુત્રીની છેડતી કરનાર યુવકને પડ્યો માર

અમદાવાદઃ પોલીસકર્મીની પુત્રીની છેડતી કરનાર યુવકને પડ્યો માર

પ્રતિકાત્મક તસવીર

    સોમવારે અમવાદ ખાતે પોલીસકર્મીની પુત્રીની છેડતોને મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો. આ મામલે હવે છેડતી કરનાર યુવકને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે પોલીસકર્મી સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે છેડતી કરનાર યુવકને પોલીસકર્મી અને તેના પરિવારા સાથે મળીને માર માર્યો હતો.

    'કુદરતે તને ફુરસદથી બનાવી છે' કહી કરી હતી છેડતી

    સોમવારે અમદાવાદમાં આવેલા ચાંદખેડા વિસ્તારમાં પોલીસકર્મીની પુત્રીની છેડતીની ફરિયાદ નોંધવામાં આવી હતી. યુવતી ઘરે એકલી હોવાનું જાણી પાડોશમાં રહેતા યુવકે તેનો ગેરલાભ ઉઠાવી છેડતી કરી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.

    પ્રાપ્ત વિગત મુજબ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી પોલીસકર્મીની પુત્રીની પાડોશમાં જ રહેતા યુવક દ્વારા છેડતી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં જણાવાયું છે કે યુવતી IELTSની પરીક્ષાની તૈયારી કરવા માટે ઘરે રોકાવા માટે આવી હતી. યુવતી જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે પાડોશમાં રહેતા હર્ષિત પટેલ નામના યુવકે એકલતાનો ગેરલાભ લેવાનો પ્રયાસ કર્યો હતો.

    ફરિયાદમાં જણાવાયું કે પાડોશમાં રહેતા હર્ષિત પટેલે યુવતીને ઘરમાં એકલી હોવાનું જાણતાં ફિલ્મી ડાયલોગ બોલવાનું શરૂ કર્યું હતું. હર્ષિતે યુવતીને કહ્યું કે કુદરતે તને ફુરસદથી બનાવી છે. એટલું જ નહીં હર્ષિતે યુવતીને પકડી લીધી હતી. જોકે, હર્ષિતનો બદ ઇરાદો જાણી જતાં યુવતીએ પરિવારજનોને જાણ કરી હતી. બાદમાં પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ મળતાં જ પોલીસે તપાસ હાથ ધરી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Beaten, Eve teasing, Youth, અમદાવાદ, પોલીસ`

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन