ન્યૂઝ 18 ગુજરાતી : અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં સેટેલાઇટ વિસ્તારની 21 વર્ષની યુવતીને રસ્તામાં રોકીને યુવાને ધમકી આપી કે જો મારી સાથે સંબંધ નહીં રાખે તો તારા ફોટા વાયરલ કરી દઇશ. જોકે પોલીસે ઝડપી પાડ્યો છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં સેટેલાઈટ વિસ્તારમાં રહેતી 21 વર્ષની યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે. છેલ્લા કેટલાક સમયથી તેને દિલ્હીચકલા ખાતે રહેતો અક્ષય નિરંજન શ્રીમાળી જે 27 વર્ષનો છે તે હેરાન કરતો હતો. આ પહેલા પણ યુવતીએ આ યુવક સામે ફરિયાદ કરી હતી. તો પણ યુવાને યુવતીને હેરાન કરવાનું ચાલુ જ રાખ્યું હતું.
ગત શુક્રવારે બપોરનાં સમયે જ્યારે યુવતી આનંદનગર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે આરોપીએ યુવતીને રોકીને અગાઉ કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કર્યું હતું . બાદમાં આરોપી ધમકી પણ આપી હતી કે તું મારી જોડે શારિરીક સંબંધો રાખ નહીતો તારા ફોટા વાઈરલ કરી તને બદનામ કરી નાંખીશ. ત્યારે તો યુવતીએ તેની વાત માની ન હતી પરંતુ પછી જે પછી તેણે આનંદનગર પોલીસને કરી હતી. પોલીસે આરોપી અક્ષય વિરૂદ્ધ શુક્રવારે રાત્રે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી હતી.