અમદાવાદ: સુરતમાં જાહેરમાં યુવતીની હત્યાનો (Surat Grishma Vekariya murder case) બનાવ હાલ ચર્ચામાં છે અને જેને લઈને લોકોમાં ખુબજ ગુસ્સો છે એવામાં અમદાવાદમાં (Ahmedabad Crime) આવો જ બનાવ બનતા પોલીસે અટકાવી લીધો છે. પોલીસે આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો છે. મેઘાણીનગર વિસ્તારમાં રેહતી એક યુવતી, એક રોમિયો જે પોતાને બોબી દાદા માનતો હતો તેનાથી હેરાન થઈ ગઇ હતી. જેથી તેણે છેલ્લે ના છૂટકે પોલીસની મદદ માંગી હતી. મેઘાણીનગર પોલીસે (Meghaninagar Police) ગણતરીના કલાકોમાં આરોપી બોબી નડિયાને પકડીને એવો પાઠ શીખવાળ્યો કે, કાયદો શું હોય છે તેનો ભાન કરાવી દીધું.
વિગતવાર વાત કારીએ તો, ફરિયાદી યુવતી વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે અને કોલેજમાં અભ્યાસ કરે છે. પરંતુ તે પોતાના ઘરેથી કોઈ પણ કામ માટે નીકળતી તે સમય આરોપી બોબી તેને માલ ક્યાં જાય છે મારી સાથે વાત તો કર જેવી વાત કહી હેરાન કરતો હતો. હદ તો ત્યારે થાય છે કે, તે આ સિવાય ગંદી ગાળો બોલીને મારી નાંખવાની ધમકી આપતો હતો. ગત 2 માર્ચના રોજ આરોપી યુવતીના ઘરે આવી ગયો અને ત્યારે યુવતીની માતા પણ હાજર હતી.
તે સમય યુવતીને બીભત્સ ગાળો બોલી મારી નાંખવાની ધમકી આપી રહ્યો હતો અને તેને હદ તો ત્યાં વટાવી દીધી કે, જયારે તેને ફરિયાદી અને તેમની માતા સામે પોતાના કપડાં ઉતારી દીધેલ અને ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. જે બાદ યુવતીને બહાર આવવા કહ્યુ હતુ અને અને પોતાનું ગુપ્તાંગ બતાવીને યુવતીને છરીથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ મામલો ગંભીર લાગતા મેઘાણીનગર પોલીસે તાત્કાલિક ટીમ રવાના કરી ને આરોપીને પકડી પાડ્યો હતો અને આરોપી સામે અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર