Home /News /gujarat /

અમદાવાદ: ખોખરામાં બિલ્ડીંગની લિફ્ટમાં ફસાતા યુવાનનું થયુ મોત

અમદાવાદ: ખોખરામાં બિલ્ડીંગની લિફ્ટમાં ફસાતા યુવાનનું થયુ મોત

પ્રતીકાત્મક તસવીર

Ahmedabad News: નવી આકાર પામેલી શરણમ-6ના કોમર્શિયલ બિલ્ડીંગમા પહેલા માળે યુવક લીફટમા ફસાયો હતો.

    અમદાવાદ: શહેરના (Ahmedabad) ખોખરામાં (khokhara) એક ગોજારો અકસ્માત  થયો છે. ખોખરા વિસ્તારના અનુપમ સિનેમા સામેના શરણમ-6માં (Sharnam building) 30 વર્ષના યુવાન મંજીત યાદવનું લિફટમા ફસાતા (man stuck in lift) કરુણ મોત (death) નીપજીયું છે. નવી આકાર પામેલી શરણમ-6ના કોમર્શિયલ બિલ્ડીંગમા પહેલા માળે યુવક લીફટમા ફસાયો હતો. ખોખરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

    શહેરમાં અરેરાટી ફેલાવે તેવી દુર્ઘટના બની છે. 30 વર્ષના યુવક મંજીત યાદવ લિફ્ટમાં ફસાયો હતો. જેથી તેને ગંભીર ઇજા પહોંચી હતી. યુવકને એલ. જી. હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવે તે પહેલા જ તેનુ કરૂણ મોત નીપજીયુ છે. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરાતા પોલીસ કાફલો હોસ્પિટલમાં દોડી આવ્યો હતો.

    હાલ આ ગોઝારી દૂર્ઘટનાને કારણે આખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ખોખરા પોલીસ આ અંગે સ્થાનિકોની પુછપરછ કરી છે. આ સાથે આગળની વધુ તપાસ પણ કરવામાં આવી છે.

    જામનગરમાં પણ આવી ઘટના બની હતી

    જામનગરમાં પણ થોડા દિવસ પહેલા આવી કરૂણ ઘટના સામે આવી હતી. દરેડ વિસ્તારમાં એક યુવક લિફ્ટમાં કલરકામ કરી રહ્યો હતો. આ દરમિયાન લિફ્ટ ઓચિંતાની ચાલુ થઈ જતા યુવક લિફ્ટ ફસાઈ જતાં ઘટનાસ્થળે મૃત્યુ નીપજયુ હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. લિફ્ટમાં ફસાતા યુવકનું ઘટનાસ્થળે મોતજામનગરમાં K.V.S ઇન્ડસ્ટ્રીઝ શેડ નંબર 34/27ના કારખાનામાં આજે રવિવારે શબ્બીર હુસેનભાઈ સમા નામનો કારિગર લિફ્ટમાં કલર કામ કરી રહ્યો હતો. આ દરમિયાન લિફ્ટ ઓચિંતાની ચાલુ થઈ જાત કારિગર લિફ્ટમાં ફસાઈ ગયો હતો. જેથી તેનું ઘટનાસ્થળે મોત થયુ હતું.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અકસ્માત, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन