Home /News /gujarat /

અમદાવાદ: બાળકી સાથે યુવક કરતો હતો અડપલાં, લોકોએ કર્યો પોલીસના હવાલે

અમદાવાદ: બાળકી સાથે યુવક કરતો હતો અડપલાં, લોકોએ કર્યો પોલીસના હવાલે

પ્રતિકાત્મક તસવીર

માસૂમો પર દુષ્કર્મના કિસ્સાઓ વધતા જઇ રહ્યાં છે ત્યારે અમદાવાદમાં વધુ એક સાત વર્ષની બાળકી સાથે અડપલાનો કિસ્સો સામે આવ્યો છે.

    માસૂમો પર દુષ્કર્મના કિસ્સાઓ વધતા જઇ રહ્યાં છે ત્યારે અમદાવાદમાં વધુ એક સાત વર્ષની બાળકી સાથે અડપલાનો કિસ્સો સામે આવ્યો છે. દરિયાપુર પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

    આ મામલામાં મળતી પ્રમાણે શહેરના દરિયાપુર વિસ્તારમાં સાત વર્ષની બાળકી સાથે અડપલાનો કરવાનો બનાવ બન્યો છે. કાલુપુર મસ્જિદ પાસે રિક્ષામાં રમતી બાળકી સાથે યુવક અડપલા કરતો હતો. આ દરમિયાન સ્થાનિકો આ યુવકની હરકતો જોઇ જતા બરાબરનો મારીને પોલીસને હવાલે કર્યો હતો. આ મામલામાં દરિયાપુર પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

    આવો જ અન્ય એક કિસ્સો વેજલપુર વિસ્કારમાં 8 વર્ષની બાળકી સાથે પણ બન્યો છે. આ બાળકી પડોશીના ઘરે ગઇ હતી. ત્યાં તેની સાથે દુષ્કર્મ થતા ચકચાર મચી ગઇ છે. 8 વર્ષની બાળકી પડોશીના ઘરે રમવા ગઇ હતી ત્યારે મોકાનો ફાયદો ઉઠાવી નરાધમે બાળકીને પીંખી નાંખી. આ સમગ્ર ઘટના સામે આવતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    આ પણ વાંચો: છેડતીનો વિરોધ કરતા વિદ્યાર્થિનીની હત્યા, ઝાડ પર લટકાવ્યો મૃતદેહ

    આ પણ વાંચો: ગોધરામાં બાળકી સાથે રેપ, વડોદરામાં કિશોરીને કારમાં ખેંચી જવાનો પ્રયાસ!

    આ પહેલા પણ હિંમતનગરના ગાંભોઈ પાસે આવેલા ઢુંઢર ભાવપુર ગામમાંથી 14 મહિનાની બાળકી ગૂમ થયાની ફરિયાદ નોધાઈ હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરતાં ખેતરમાં એક બાળકી મળી આવી હતી, તુરંત પોલીસે બાળકીને હોસ્પિટલ દાખલ કરી હતી, જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે માસુમ સાથે દુષ્કર્મ થયું છે. દુષ્કર્મની જાણ થતા ગામલોકો રોષે ભરાયા હતા અને સીરામીકમાં લોકોના ટોળાએ તોડફોડ કરી હતી તો ત્યા પાર્ક કરેલી ત્રણથી વધુ કાર એક મોટર સાઈકલ અને અંદર આવેલા મકાનોમાં પણ આગ ચાંપી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Molestation, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર