Home /News /gujarat /

અમદાવાદ:  યુવકનું અપહરણ કરી તેની કાર અને રોકડ લઇ ગઠિયા ફરાર 

અમદાવાદ:  યુવકનું અપહરણ કરી તેની કાર અને રોકડ લઇ ગઠિયા ફરાર 

સીસીટીવીમાં ઘટના થઇ કેદ

જે.જી.કોલેજમાં અભ્યાસ કરતા નિખાર પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ કરી છે.

    હર્મેશ સુખડિયા

    અમદાવાદના સોલા વિસ્તારમાં યુવકનું અપહરણ અને લૂંટની ઘટના સામે આવી છે. યુવકે સોલા પોલીશ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે એસ.જી હાઇવે પર આવેલા તુલિપ બંગલા પાસેથી યુવક નિખાર પટેલની કારને અન્ય કારે અથાડીને ઉભી રાખી હતી. તેમાંથી બે શખ્સો ઉતરીને તેઓ નિખારની કારમાં બેસી ગયા હતાં. તેને ચાલુ કારમાં માર મારીને છત્રાલ નજીક સૂમસામ હાઇવે પર ઉતારી દીધો હતો.

    જે.જી.કોલેજમાં અભ્યાસ કરતા નિખાર પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ કરી છે. નિખાર પટેલ અભ્યાસ સાથે કન્સ્ટ્રક્શનનું પણ કામ કરે છે ત્યારે તેના પિતા જૂની કાર લે-વેચનો ધંધો કરે છે. ગઇ કાલે મોડી રાતે નિખાર કાર લઇને તુ‌લિપ બંગલો પાસેથી પસાર થતો હતો ત્યારે એક કારચાલકે તેની કાર સાથે અકસ્માત કર્યો હતો.

    સામેની કારમાંથી બે શખ્સો ઊતરી અને તેની કારમાં બેસી ગયા હતા. નિખારને ધારદાર હ‌થિયાર બતાવીને કાર મહેસાણા હાઇવે તરફ લઇ જવાનું કહ્યું અને તેને માર પણ માર્યો હતો. જે બાદ નિખારને છત્રાલ પાસે સૂમસામ હાઇવે પર ઉતારી દીધો હતો. તેની પાસે રહેલા ચાર હજાર રૂપિયા પણ તે લોકોએ લઇ લીધા હતાં. જેમાંથી તે લોકોએ નિખારને ઘરે પહોંચવા માટે પાંચસો રૂપિયા આપ્યા હતા. આ બંન્ને જણ તેની સ્વીફ્ટ કાર લઇને જતા રહ્યા હતા. જે પછી મહામહેનતે નિખાર પોતાના ઘરે આવ્યો હતો. ઘટનાની જાણ નિખારે પોલીસને કરતા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને તુલીપ બંગલોઝ પાસેના સીસીટીવી ફુટેજ મળ્યા છે. જેમાં કેટલાક માણસોની ઝપાઝપી અને બે કાર દેખાઇ રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Loot, અપહરણ, અમદાવાદ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन