Home /News /gujarat /

અમદાવાદ: યુવતિઓ સાથે મિત્રતાની લાલચ ભારે પડી, યુવતીની સતર્કતાથી ઝડપાયો લંપટ

અમદાવાદ: યુવતિઓ સાથે મિત્રતાની લાલચ ભારે પડી, યુવતીની સતર્કતાથી ઝડપાયો લંપટ

યુવતિઓ સાથે મિત્રતાની લાલચ યુવકને ભારે પડી, યુવતીની સતર્કતાથી ઝડપાયો લંપટ

ગોતામાં રહેતી એક યુવતિએ સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરાવી હતી

નવિન ઝા, અમદાવાદ: સાયબર ક્રાઈમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે. નોંધનીય છે કે દિનેશ પૂજારા નામના યુવકની સાયબર ક્રાઈમ બ્રાંચે છેલ્લા એક વર્ષમાં બે વાર આરોપીઓ ધરપકડ કરી છે અને બન્ને વાર આરોપીએ ઈન્સ્ટાગ્રામમાં ખોટો આઈડી બનાવી યુવતિઓને પરેશાન કરતો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોતામાં રહેતી એક યુવતિએ સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરાવી હતી કે, અજાણ્યા શખ્સે તેના નામ અને ફોટોનો ઉપયોગ કરી ઈન્સ્ટાગ્રામમાં ખોટો યુઝર આઈડી બનાવી ફરિયાદીની ફેમિલીના સ્ત્રીઓ પાસેથી નંબરોની માંગણી કરી હેરાન કરી રહ્યો છે જેથી ફરિયાદીની ફરિયાદના આઘારે સાયબર ક્રાઈમે તપાસ શરુ કરી અને આરોપી દિનેશ પૂજારાની ધરપકડ કરી છે.

પોલીસનુ કહેવુ છે કે, ફરિયાદીના સંબંધી દ્રારા તેના પર ફોન આવતા મામલો સામે આવ્યો છે. નોંધનીય છે કે આરોપી દિનેશની વર્ષ 2108માં ઓગષ્ટ મહિનામાં પણ ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે આરોપી દિનેશ પૂજારા મુળ ડીસા જીલ્લા બનાસકાંઠાનો રહેવાસી છે અને હાલ અમદાવાદમાં રહે છે. આરોપી 12 ધોરણ સુધી અભ્યાસ કરી ચુકેલ છે અને અમદાવાદના જોધપુર વિસ્તારમાં મેડિકલ સ્ટોરમાં કામ કરે છે.

આ મામલે અમે સાયબર ક્રાઈમના વી.બી.બારડ સાથે વાત કરતા જાણવા મળ્યુ છે કે, આરોપી અગાઉ પણ સેટેલાઈટ વિસ્તારમાં રહેતી એક યુવતિના નામે ખોટો ઈન્સ્ટાગ્રામમાં આઈડી બનાવી બિભત્સ મેસેજો કરતો હતો અને ત્યારે પણ સાયબર ક્રાઈમે ધરપકડ કરી હતી. પોલીસને ફરિયાદ મળતા પોલીસે ખોટો આઈડીનુ આઈપી એડ્રેસ મેળવી તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Arrest, Harassed, Making, અમદાવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन