Home /News /gujarat /

Yoga Day 2022: આજે ગુજરાતમાં કુલ 75 આઈકોનિક સ્થળ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી

Yoga Day 2022: આજે ગુજરાતમાં કુલ 75 આઈકોનિક સ્થળ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી

આ વર્ષે યોગા ફોર હ્યુમનિટી (Yoga for Humanity) થીમ.

આજે 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત તાલુકા, વોર્ડ, તમામ આરોગ્ય કેન્દ્ર, પોલીસ હેડ ક્વોટર્સ એમ તમામ જગ્યા એ સવા કરોડ લોકો યોગ કરે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

    Yoga for Humanity: કોરોના મહામારી (corona pandemic)નો સામનો કર્યા બાદ હવે આ દુનિયાના મોટા ભાગના લોકો માનસિક અને શારીરિક (Mental and physical) રીતે તંદુરસ્ત રહેવા માંગે છે. આવી તંદુરસ્તી માટે યોગ ખૂબ મહત્વનું પાસું બની શકે તેમ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2022) ઉજવવામાં આવી રહ્યો છે. સ્વામી વિવેકાનંદે (Swami Vivekananda) કહ્યું હતું કે, યોગ આયુષ્યની વૃદ્ધિ કરે છે. વર્તમાન સમયમાં યોગની ઉપયોગીતા વધી ગઈ છે. આ વર્ષે યોગ ફોર હ્યુમનિટી (Yoga for Humanity) થીમ હેઠળ આ દિવસ મનાવવામાં આવશે.

    સમગ્ર વિશ્વમાં તા. 21મી જૂના રોજ યોગ દિવસ (Yoga Day 2022) તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ તા. 21મી જૂન, 2022ના રોજ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day)ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે યોગ દિવસની ઉજવણી "Yoga for Humanity" ‘ માનવતા માટે યોગ’ થીમ પર કરવામાં આવી છે.

    આ પણ વાંચો- Yoga Day Special: ગુજરાતની આ દીકરીનું રબરની જેમ વળે છે શરીર, કરે છે જોરદાર યોગ, જુઓ વીડિયો

    આજે 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત તાલુકા, વોર્ડ, તમામ આરોગ્ય કેન્દ્ર, પોલીસ હેડ ક્વોટર્સ એમ તમામ જગ્યા એ સવા કરોડ લોકો યોગ કરે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે જ ટુરિઝમના 75 આઇકોનીક સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. યોગ દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા જિલ્લાના 24 સેન્ટર ખાતે યોગ સપ્તાહનું આયોજન છે.

    આ પણ વાંચો- ઉમરગામમાં 8 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત, 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

    રાજ્યસ્તરીય મુખ્ય કાર્યક્રમનું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ (Riverfront Ahmedabad) પર કરવામાં આવ્યું છે. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી ભાગવત કરાડ અને પ્રદેશના રમત ગમતના રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. રમત ગમત વિભાગના પ્રધાન સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ (સ્વતંત્રતાના 75 વર્ષ) અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કુલ 75 આઈકોનિક સ્થળ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.’
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarati news, World yoga day, Yoga day, Yoga Day Celebration, આંતરરાષ્ટ્રીય યોગા દિવસ

    આગામી સમાચાર