રાજ્યમાં ટ્રેનના બુકિંગ માટે 21 કાઉન્ટર શરૂ કરાયા, જુઓ કયા કયા રેલવે સ્ટેશન પર મળશે સુવિધા


Updated: May 22, 2020, 12:58 PM IST
રાજ્યમાં ટ્રેનના બુકિંગ માટે 21 કાઉન્ટર શરૂ કરાયા, જુઓ કયા કયા રેલવે સ્ટેશન પર મળશે સુવિધા
અમદાવાદમાં જાગૃતિના અભાવે સવારે આઠ વાગ્યાથી 10 વાગ્યા સુધી ગણ્યાગાંઠ્યા લોકો જ ટ્રેનનનું બુકિંગ કરાવવા માટે આવ્યા.

અમદાવાદમાં જાગૃતિના અભાવે સવારે આઠ વાગ્યાથી 10 વાગ્યા સુધી ગણ્યાગાંઠ્યા લોકો જ ટ્રેનનનું બુકિંગ કરાવવા માટે આવ્યા.

  • Share this:
અમદાવાદ : સમગ્ર ભારતમાં 58 દિવસ બાદ આજથી રેલવે બુકિંગ (Railway Reservation Booking) શરૂ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ 21 કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ ડિવિઝન (Ahmedabad Dividision)માં 8 કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝન (Rajkot Division)માં ફક્ત એક કાઉન્ટર શરૂ કરાયું છે. ભાવનગર ડિવિઝિન (Bhavnagar Division)માં ચાર કાઉન્ટર શરૂ કરાયા છે. જ્યારે વડોદરા ડિવિઝન (Vadodara Division)માં આઠ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

આજે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે સવારના 8:00 વાગ્યા કાઉન્ટર શરૂ થતાં જ લોકો ટિકિટ રિઝર્વેશન માટે આવ્યા હતા. રિઝર્વેશન કરનારા લોકોમાં સૌથી વધારે યુપી-બિહારના શ્રમિકો જોવા મળ્યા હતા. ન્યૂઝ18 ગુજરાતી જ્યારે સાબરમતી રેલવે સ્ટેશન પર પહોંચ્યું ત્યારે પોતાના વતન જવા ઈચ્છતા પ્રવાસીઓએ તેમની વેદના જણાવી હતી.

આ પણ વાંચો :  અમદાવાદના સુખી સંપન્ન પરિવારનો કિસ્સો : લૉકડાઉનમાં પતિએ શંકા રાખી પત્નીને કાઢી મૂકી

ગોરખપુર જવા માટે ટિકિટ લેવા આવેલા સુરેશભાઈએ એક સાથે 13 જેટલી ટિકિટ કરાવી હતી. પરિવાર સાથે તેઓ છેલ્લા નવ મહિનાથી અહીં રહેતા હતા પરંતુ લૉકડાઉન બાદ પરિસ્થિતિ વિકટ બનતા હવે તેવો વતન જવા માટે તૈયાર થયા છે. ટિકિટ બુકિંગની વ્યવસ્થા અત્યાર સુધી જે પ્રકારની હતી તેમાં હેરાનગતિ હોવાને કારણે આજે કાઉન્ટર શરૂ થતાં તેમણે ખુશી વ્યક્ત કરી હતી.

સાબરમતી રેલવે સ્ટેશન.


આવી જ પરિસ્થિતિ અમદાવાદમાં રહીને કામ કરતાં કિશનભાઇની છે. તેઓ પણ આજે ટિકિટ લેવા માટે રેલવે સ્ટેશન આવ્યા હતા અને લાઈનમાં ઊભા રહીને તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવ્યું હતું.આ પણ વાંચો :  Lockdown હળવું થતા જ સુરતમાં દારૂનો વેપાર શરૂ, માત્ર બે દિવસમાં 7.88 લાખનો માલ ઝડપાયો

સવારના 8થી સાંજના 6 કલાક સુધી ટિકિટ બુકિંગ કરવામાં આવશે. જોકે, પ્રથમ દિવસે લોકો 10 વાગ્યે બુકિંગ માટે પહોંચ્યા હતા. જોકે, રિઝર્વેશન કાઉન્ટર સવારના 8:00થી શરુ કરી દેવામાં આવ્યા છે પરંતુ યોગ્ય માહિતી ન હોવાને કારણે શ્રમિકો સહિત મોટાભાગના પ્રવાસીઓ ટિકિટ બુકિંગ માટે 10 વાગ્યા બાદ ટિકિટ બુકિંગ માટે પહોંચ્યા હતા.

સાબરમતી (અમદાવાદ)


કાલુપુર રેલવે સ્ટેશન પર મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર બે કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ અને કોઈપણ વ્યક્તિને અંદર ન જાય તે માટે પોલીસની ટીમ મૂકવામાં આવી છે. જેમાં મીડિયા પર પણ પ્રતિબંધ હોવાનું જણાવ્યું હતું. આ સાથે બે રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરાતા કાલુપુર રેલવે સ્ટેશન પર પણ આઠથી દસ વાગ્યા સુધી એક પણ વ્યક્તિ ટિકિટ રિઝર્વેશન માટે આવ્યું ન હોવાનું જાણવા મળ્યું હતું.

ગુજરાતમાં કયા કયા રેલવે સ્ટેશન પર કાઉન્ટર શરૂ કરાયા ?

અમદાવાદ ડિવિઝિન :

કાલુપુર રેલવે સ્ટેશન : 2 કાઉન્ટર
સાબરમતી : 1 કાઉન્ટર
વિરમગામ : 1
ગાંધીધામ : 1
મહેસાણા : 1
પાલનપુર : 1
ભુજ : 1

વડોદરા ડિવિઝિન :

વડોદરા : 2
NAIR : 1
ભરૂચ : 1
અંકલેશ્વર : 1
નડિયાદ : 1
આણંદ : 1
ગોધરા : 1

રાજકોટ ડિવિઝિન :

રાજકોટ : 1

ભાવનગર ડિવિઝિન :

ભાવનગર : 1
જૂનાગઢ : 1
વેરાવળ : 1
પોરબંદર : 1
First published: May 22, 2020, 12:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading