ઇન્ડિયન એરફોર્સનું AN 32 એરક્રાફ્ટ લાપત્તા, ચેન્નાઇથી ભરી હતી ઉડાન
ઇન્ડિયન એરફોર્સનું AN 32 એરક્રાફ્ટ લાપત્તા, ચેન્નાઇથી ભરી હતી ઉડાન
ચેન્નાઇથી પોર્ટ બ્લેયર જવા રવાના થયેલું ઇન્ડિયન એરફોર્સનું એએન-32 એરક્રાફ્ટ રસ્તામાં એકાએક ગાયબ થયું છે. આ એરક્રાફ્ટમાં 29 ઓફિસર સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચેન્નાઇથી પોર્ટ બ્લેયર જવા રવાના થયેલું ઇન્ડિયન એરફોર્સનું એએન-32 એરક્રાફ્ટ રસ્તામાં એકાએક ગાયબ થયું છે. આ એરક્રાફ્ટમાં 29 ઓફિસર સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
નવી દિલ્હી #ચેન્નાઇથી પોર્ટ બ્લેયર જવા રવાના થયેલું ઇન્ડિયન એરફોર્સનું એએન-32 એરક્રાફ્ટ રસ્તામાં એકાએક ગાયબ થયું છે. આ એરક્રાફ્ટમાં 29 ઓફિસર સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
એરફોર્સના 29 અધિકારીઓ
પ્રાપ્ત જાણકારી મુજબ આ વિમાનમાં ઇન્ડિયન એરફોર્સના 29 અધિકારીઓ સવાર હતા. જેમાં ચાલક દળના 6 સભ્યો પણ સામેલ છે અને હજુ સુધી કોઇ પણ ઓફિસરનો સંપર્ક થઇ શક્યો નથી. વિમાનને શોધવા માટે બંગાળની ખાડીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
16 મિનિટ બાદ થયો હતો સંપર્ક
રક્ષા સુત્રોના જણાવ્યા અનુસાર, એએન 32 વિમાને ચેન્નાઇના તંબારમથી સવારે 8-30 કલાકે ઉડાન ભરી હતી અને એનો છેલ્લો સંપર્ક ઉડાનથી 16 મિનિટ બાદ થયો હતો. વિમાન ફરી ઇંધણ ભરાવ્યા વિના ચાર કલાક સુધી ઉડી શકે છે. ભારતીય વાયુ સેના, નૌસેના અને સીમ સુરક્ષા દળોએ શોધખોળ હાથ ધરી છે.
અધિકારીઓને 11-30 પહોંચવાનું હતું
રક્ષા સુત્રોના જણાવ્યા અનુસાર આ એક રૂટીન ઉડાન હતી. જેમાં વાયુસેનાના અધિકારીઓ હતા. જેમને સવારે 11-30 કલાકે પોર્ટ બ્લેયર પહોંચવાનું હતું. જેમને લઇને વિમાન ચેન્નાઇથી ઉડ્યું હતું.
P8, ડોનિયર લાગ્યા તપાસમાં
એક પી8 આઇ વિમાન અને એક ડોનિયર વિમાનને આ બચાવ અભિયાનમાં ઉતારવામાં આવ્યા છે. ઉપરાંત ચાર યુધ્ધ જહાજ પણ કામે લગાડાયા છે. શોધ અને બચાવ કામગીરી માટે અન્ય સૈન્ય મદદ મોકલાઇ રહી છે.
એટીસી ઇસ્ટર્ન કમાન્ડ એલર્ટ
એએન32 વિમાન લાપત્તા થતાં તમામ એટીસી અને ઇસ્ટર્ન કમાન્ડને એલર્ટ કરવામાં આવ્યા છે. રક્ષા વિભાગ અને નૌસેના આ ઘટનાને પગલે નજર રાખી રહ્યા છે. આંદોમાન નિકોબારમાં તમામ તટરક્ષક દળને હાઇ એલર્ટ કરી દેવાયા છે.
રશિયન બનાવટનું છે AN 32
રશિયન બનાવટના આ એએન32 એરફોર્સ માટે સૌથી વિશ્વસનીય ગણાય છે. નાની એરસ્ટ્રીપ પર ઉતરાણ કરવાની ક્ષમતા આ એરક્રાફ્ટની મહત્વની લાક્ષણિકતા છે. ઇન્ડિયન એરફોર્સ પાસે હાલમાં અંદાજે 100 જેટલા AN-32 એરક્રાફ્ટ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર