Home /News /gujarat /

ગુજરાતમાં વિશ્વ હવામાનના દિવસે જ ઉનાળામાં ચોમાસા જેવો માહોલ, ખેડૂતોની ચિંતા વધી

ગુજરાતમાં વિશ્વ હવામાનના દિવસે જ ઉનાળામાં ચોમાસા જેવો માહોલ, ખેડૂતોની ચિંતા વધી

કાળઝાળ ગરમી બાદ વાતાવરણ પલટો જોવા મળ્યો.

Gujarat weather updates: ઉનાળાની શરૂઆતમાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે.

અમદાવાદ : આજે 23 માર્ચ 2022, વિશ્વ હવામાન દિવસ (World Meteorological Day) છે. સમગ્ર દેશ અને દુનિયા પર ગ્લોબલ વોર્મિગ (Global warming) અને ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે. દુનિયાની ગણાતી મહા સત્તાઓ પણ ગ્લોબલ વોર્મિગની અસર વધતા ચિંતા વ્યક્ત કરી રહી છે. જોકે, સમય વગર વરસાદ આવે કે પછી વાવઝોડું આવે લોકો કહે છે કે, આતો કુદરતી છે. પરંતુ કુદરતી નહીં કારણ કે, સિઝન વગરની આવતી ઋતુએ માનવ સર્જીત છે.  માનવી દ્વારા જ પ્રકૃતિ સાથે છેડછાડ કરવામાં આવે છે અને તેનો કુદરત આફત રૂપે આપે છે.

છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો ઋતુઓમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં વારંવાર સિસ્ટમ સક્રિય થાય છે તેની અસર ગુજરાતના વાતાવરણમાં પર જોવા મળી રહી છે. બદલાતા વાતાવરણની અસર કૃષિ પાક પર થાય છે. ચાલુ વર્ષે શિયાળામાં વારંવાર વાતાવરણ બદલાવ આવ્યો અને ભર શિયાળે પણ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે ઉનાળાની શરૂઆતમાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. સતત તાપમાનમાં વધારો અને ત્યારબાદ ચોમાસા જેવો માહોલ. ચોમાસામાં વરસાદ ખેંચાવવો અને ત્યાં બાદ અતિવૃષ્ટિ થવી. જે બતાવે છે કે, ઋતુઓ પર ક્લાઈમેટ ચેન્જની અસર થઈ રહી છે.

આ પણ વાંચો - વડોદરાની યુવતીની લોહીથી લથબથ લાશ મળી, જમણો હાથ કાપીને ફેંકી દીધો હતો

રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં સતત હિટવેવ રહ્યું અને તાપમાન 41 ડીગ્રી ઉપર પહોંચી ગયું.  ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ કર્યો અને ત્યારબાદ વાતાવરણ પલટો જોવા મળ્યો. વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત અને અમદાવાદ શહેરમાં વાદળ છાયું વાતાવરણ સર્જાયું.

આ પણ વાંચો - અમદાવાદ: મહિલા સહિત ત્રણ લોકોના પેટમાંથી મળી સોનાની પેસ્ટની કેપ્સુલ, 1.40 કરોડ છે બજાર ભાવ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 25થી 27 માર્ચના સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાતાવરણ પલટો આવશે અને સામાન્ય વરસાદી છાંટા છે. હવામાન નિષ્ણાતનું માનવું છે કે, તાપમાન વધવાના કારણે અરબી સમુદ્રમાંથી ભેજ ઉપર આવ્યો છે.

જેના કારણે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા સર્જાયું છે. વાદળછયા વાતાવરણના કારણે તાપમાન ઘટ્યું છે અને ગરમીમાંથી રાહત મળી છે પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Weather Updates, અમદાવાદ, ગુજરાત, હવામાન વિભાગ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन