Home /News /gujarat /અમદાવાદઃ GPSC PIની ફિઝીકલ પરીક્ષામાં મહિલા ઉમેદવારોએ કર્યો હોબાળો

અમદાવાદઃ GPSC PIની ફિઝીકલ પરીક્ષામાં મહિલા ઉમેદવારોએ કર્યો હોબાળો

સમયસર દોડ પૂર્ણ કરી હોવા છતાં અમને ડીસ્ક્વોલિફાઈ કરવામાં આવ્યા...

સમયસર દોડ પૂર્ણ કરી હોવા છતાં અમને ડીસ્ક્વોલિફાઈ કરવામાં આવ્યા...

    અમદાવાદમાં GPSCની PIની ફિઝીકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા ઉમેદવારોએ હોબાળો કર્યો હોવાની ઘટના સામે આવી છે.

    મળતી માહિતી મુજબ, અમદાવાદમાં શાહીબાગ પોલીસ હેડક્વાર્ટસ્ ખાતે GPSCની PIની ફિઝીકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારો પણ ફિઝીકલ પરિક્ષા આપવા પહોંચી હતી.

    મહિલા ઉમેદવારોએ દોડની પરિક્ષા આપી, ત્યારબાદ કેટલીક મહિલા ઉમેદવારોએ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટ્સ ખાતે હોબાળો મચાવ્યો. મહિલા ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે, અમે સમયસર દોડ પૂર્ણ કરી હોવા છતાં અમને ડીસ્ક્વોલિફાઈ કરવામાં આવ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: GPSC, અમદાવાદ, પીઆઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन