Home /News /gujarat /

અમદાવાદ: સરદારધામ ખાતે યોજાયું મહિલા બિઝનેસ એક્ઝિબિશન, અનેક મહિલાઓએ લીધો ભાગ

અમદાવાદ: સરદારધામ ખાતે યોજાયું મહિલા બિઝનેસ એક્ઝિબિશન, અનેક મહિલાઓએ લીધો ભાગ

35

35 થી પણ વધારે સ્ટોલ રાખવામાં આવ્યા હતા

સ્ત્રીઓ ઘરકામથી માંડીને દેશ ચલાવવા સુધીની જવાબદારી કુશળતાપૂર્વક નિભાવી રહી છે. તો કેટલીક મહિલાઓ ટ્રક, રીક્ષા, ટેક્ષી વગેરે ચલાવીને પોતાની રોજગારી (Employment) મેળવી રહી છે. તો કેટલીક મહિલાઓ કલેક્ટર (Collector), પોલીસ (Police), ડૉક્ટર (Doctor), એડવોકેટ (Advocate), આર્મી (Army), પાયલોટ (Pilot) જેવા ઉચ્ચ ક્ષેત્રોમાં પણ સેવા પુરી પડી રહી છે.

વધુ જુઓ ...
    અમદાવાદ: અત્યારે હાલમાં દરેક મહિલાઓ (Women’s) વિવિધ ક્ષેત્રે પોતાનું અનોખું યોગદાન આપી રહી છે. સ્ત્રીઓ ઘરકામથી માંડીને દેશ ચલાવવા સુધીની જવાબદારી કુશળતાપૂર્વક નિભાવી રહી છે. તો કેટલીક મહિલાઓ ટ્રક, રીક્ષા, ટેક્ષી વગેરે ચલાવીને પોતાની રોજગારી (Employment) મેળવી રહી છે. તો કેટલીક મહિલાઓ કલેક્ટર (Collector), પોલીસ (Police), ડૉક્ટર (Doctor), એડવોકેટ (Advocate), આર્મી (Army), પાયલોટ (Pilot) જેવા ઉચ્ચ ક્ષેત્રોમાં પણ સેવા પુરી પડી રહી છે. તો કેટલીક સ્ત્રીઓ સચિવાલય, કોર્ટ કચેરીથી માંડીને બીજા અન્ય ક્ષેત્રોમાં ફરજ બજાવતી જોવા મળી રહી છે. તો કેટલીક મહિલાઓ હસ્તકલા (Craft), ગૃહઉદ્યોગ (Home Industry) તથા અન્ય ઉદ્યોગોમાં પોતાની કલા બતાવી રહી છે.

    35 થી પણ વધારે સ્ટોલ રાખવામાં આવ્યા હતા

    આવી જ એક વાત કરીએ તો અમદાવાદમાં (Ahmedabad) આવેલા સરદારધામ (Sardardham) ખાતે જીપીબીઓ (GPBO) દ્વારા મહિલાઓને ધ્યાનમાં રાખીને વિશ્વ મહિલા દિન (World Women’s Day) નિમિત્તે એક્ઝિબિશનનું (Exhibition) આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં પોતાનો બિઝનેસ ધરાવતી કેટલીક મહિલાઓએ ભાગ લીધો હતો. આ એક્ઝિબિશનમાં 35 થી પણ વધારે સ્ટોલ (Stall) રાખવામાં આવ્યા હતા. આ એક્ઝિબિશનમાં ડૉક્ટર, આર્કિટેક્ટ, સીએ, હસ્તકલા, ગૃહઉદ્યોગ તથા બીજા અન્ય ઉદ્યોગમાં ભાગ ભજવતી મહિલાઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

    હેલ્થ ચેકઅપ તથા મહિલાઓએ લગતા કેટલાક પ્રોબ્લેમ વિષે માર્ગદર્શન આપ્યું

    આ એક્ઝિબિશનમાં હેલ્થ ચેકઅપ (Health Check-Up) તથા મહિલાઓએ લગતા કેટલાક પ્રોબ્લેમ (Problems) વિષે જાગૃતિ ફેલાવવા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં આશરે 500 લોકોએ મુલાકાત (Visit) લીધી હતી. આ દરમિયાન કેટલીક માર્ગદર્શક પ્રવુતિઓ પણ યોજવામાં આવી હતી. તથા કાર્યક્રમના અંતે સમૂહ ભોજનનું આયોજન કરીને સેલિબ્રેશન કર્યો હતો. એક્ઝિબિશનમાં ભાગ લીધેલ મહિલાઓ અન્ય બીજા કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે તથા જરૂર પડ્યે હંમેશા લોકોની મદદ માટે તત્પર રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedaabad, અમદાવાદ શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन