રુત્વીજ સોની, અમદાવાદ: શહેરમાં જો હવે કોઇ રોમિયોએ રોમિયોગીરિ કરી તો સમજી લેજો તમારી ખેર નથી. શહેરમાં મહીલાઓ સાથે બનતા બનાવો અટકાવવા માટે પોલીસ દ્વારા એક નવતર અભિગમ અપનાવ્યો છે. શહેર પોલીસે પ્રાયોગિક ધોરણે શહેરના ઝોન 1 અને ઝોન 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની શી ટીમ બનાવી છે. જે જાહેર સ્થળો પર મહીલાઓની સુરક્ષા કરશે.
હાલમાં પ્રાયોગિક ધોરણે બનાવવામાં આવેલી આ ટીમ ખાસ કરીને મોલ્સ, પીજી હોસ્ટેલ, હોસ્પિટલ, શાળા અને કોલેજો જેવા વિસ્તારો પસંદ કરે છે, અને ત્યાં રોમિયોગીરી કરતા રોમિયો પર નજર રાખીને યુવતીઓને સુરક્ષા પુરી પાડે છે. તાજેતરમાં જ પીજીમાં યુવતી સાથે બનેલી ઘટના બાદ શહેર પોલીસ હરકતમાં આવી છે. યુવતીઓ સાથે મહિલાઓની સુરક્ષા બાબતે આ ટીમ બનાવવા નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે કોઈ પણ સ્ત્રી કે યુવતી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી 'શી ટીમ'ની મદદ મેળવી શકશે. આ ટીમમાં એક મહીલા પીએસઆઇ, ચાર મહીલા પોલીસ કર્મચારી અને બે પુરુષ પોલીસ કર્મચારી રહેશે. પ્રાયોગિક ધોરણે શી ટીમને ઈમરજન્સી રિસ્પોન્સ માટે ટુ વ્હીલરની ફાળવણી કરવામાં આવી છે જોકે આગામી સમયમાં સરકારી ગાડી પણ અપાય તેવી પોલીસે રજૂઆત કરી છે.
શી ટીમ માટે પોલીસ ખાસ પ્રકારના જેકેટ પણ ડીઝાઇન કરી રહ્યાં છે. આાગામી સમયમાં સમગ્ર અમદાવાદમાં આ રીતે શી ટીમ દ્વારા મહીલાઓને સુરક્ષા પુરી પાડવાનું આયોજન શહેર પોલીસનું છે. ટીમની રચના બાદ પોલીસએ અલગ અલગ વિસ્તાર માંથી લગભગ ચાર જેટલા રોમીયોને પણ પકડીને પાઠ ભણાવ્યો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર