Home /News /gujarat /

Crime: બહેને પર્સમાં ATMનો પાસવર્ડ લખીને ચિઠ્ઠી મુકી રાખી હતી, ચોરી થતા થઇ જોવા જેવી...

Crime: બહેને પર્સમાં ATMનો પાસવર્ડ લખીને ચિઠ્ઠી મુકી રાખી હતી, ચોરી થતા થઇ જોવા જેવી...

બહેને પર્સમાં ATMનો પાસવર્ડ લખીને ચિઠ્ઠી મુકી રાખી હતી

CRIME NEWS: અમદાવાદની એક મહિલા (Ahmedabad Crime) સાથે પણ આવો જ કિસ્સો બન્યો હતો. મહિલાનું પર્સ ચોરી થયું હતું જેમાં આઈફોન અને અન્ય ડોક્યુમેન્ટ હતા. આ સાથે જ સાંજે અચાનક જ ATM ટ્રાન્ઝેકશનનાં મેસેજ આવતા તેમણે પાસવર્ડ રાખેલી ચિઠ્ઠી ગઠિયાઓનાં હાથમાં લાગી ગઇ હોવાનું તેમને ધ્યાન પડ્યું હતું. આ ATM પાસવર્ડની મદદથી ગઠિયાઓએ મહિલાનાં ખાતામાંથી 35 હજાર ઉપાડયા હોવાનું સામે આવ્યું હતું.

વધુ જુઓ ...
    અમદાવાદ: ઘણી વાર લોકો કિંમતી સામાનની સાથે સાથે પર્સમાં કેટલાંક ડોક્યુમેન્ટ અને સાથે પાસવર્ડ લખેલી ડાયરી કે ચિઠ્ઠી રાખતા હોય છે. પણ જે લખાણ પર્સમાં રાખવું હિતાવહ નથી તે ક્યારેય ન રાખવું, જેમ કે, તમારાં અંગત પાસવર્ડ. જો તમે પર્સમાં ડાયરીમાં ATMનો પાસવર્ડ લખી રાખો છોને તો ક્યારેક પર્સ ચોરી થાય તો ગઠિયાઓને ATMની સાથે તનો પાસવર્ડ પણ મળી શકે છે. તે પાસવર્ડનો ઉપયોગ કરી ચોરી કરતા હોય છે.

    અમદાવાદની એક મહિલા સાથે પણ આવો જ કિસ્સો બન્યો હતો. મહિલાનું પર્સ ચોરી થયું હતું જેમાં આઈફોન અને અન્ય ડોક્યુમેન્ટ હતા. આ સાથે જ સાંજે અચાનક જ ATM ટ્રાન્ઝેકશનનાં મેસેજ આવતા તેમણે પાસવર્ડ રાખેલી ચિઠ્ઠી ગઠિયાઓનાં હાથમાં લાગી ગઇ હોવાનું તેમને ધ્યાન પડ્યું હતું. આ ATM પાસવર્ડની મદદથી ગઠિયાઓએ મહિલાનાં ખાતામાંથી 35 હજાર ઉપાડયા હોવાનું સામે આવ્યું હતું.

    આ પણ વાંચો-BRTS ટ્રેકમાંથી ગાડી લઇને નીકળ્યો પછી કરી દાદાગીરી, 'મારું નામ પીન્ટુ ચૌહાણ છે, જો હવે શું થાય છે'

    શહેરનાં નારણપુરામાં રહેતા જ્યોતિબહેન તરડે બે દિવસ પહેલા ઘરેથી નીકળી નજીકના ઓશિયા મોલ ગયા હતા. શાકભાજી ખરીદવા નીકળ્યા અને ચાલતા હતા હતા ત્યારે મોલ તરફથી શખ્સો વાહન પર આવ્યા હતા. જ્યોતિબહેન હજુ તો કઈ સમજે તે પહેલા આ ગઠિયાઓ તેમના ખભે લટકાવેલું પર્સ જ લૂંટીને ફરાર થઇ ગયા હતા. પર્સમાં ગાડીનાં કાગળ અન્ય જરૂરી ડોક્યુમેન્ટ અને બેંકના એટીએમ કાર્ડ પણ હતા.

    જોકે જ્યોતિબહેનની એક નાની ભૂલ એવી થઈ કે તેનો ફાયદો આ શખ્સો ઉપાડી ગયા. જ્યોતિબહેન એટીએમનો પિન નંબર એક નાની ચિઠ્ઠીમાં લખીને રાખતા હતા. તે ચિઠ્ઠી પણ આ પર્સમાં હતી. સાંજે જ તેમના ભાઈ પર રુપિયા 35 હજાર ઉપડી ગયાનો મેલ આવ્યો હતો. જેથી શખ્સો 60 હજારનો આઈફોન અને 35 હજાર ઉપાડી લેતા જ્યોતિબહેનને 95 હજારની મતા ગુમાવવાનો વારો આવ્યો હતો.

    આ પણ વાંચો-Ahmedabad: આ ઉંમર ભણવાની છે પ્રેમ કરવાની નહિ, ઠપકો મળતા જ સગીર પોલીસ પુત્રએ કરી આત્મહત્યા

    સમગ્ર બાબતને લઈને નારણપુરા પોલીસે ગુનો નોંધી આસપાસનાં CCTV મેળવવા તજવીજ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અવાર નવાર પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે જણાવવામાં આવે છે કે લોકોએ પર્સ માં પોતાની કિંમતી વસ્તુ કે આ પ્રકારનાં ડોક્યુમેન્ટ ન રાખવા જોઈએ છતાંય લોકો આ રીતે પર્સમાં આવી વસ્તુઓ રાખતા આવી ઘટનાઓ બનવા પામતી હોય છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Crime news, અમદાવાદ ક્રાઇમ, એટીએમ

    આગામી સમાચાર