Home /News /gujarat /પુત્ર પ્રાપ્તિ માટે પતિએ ત્રીજા લગ્નની તૈયારી કરતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

પુત્ર પ્રાપ્તિ માટે પતિએ ત્રીજા લગ્નની તૈયારી કરતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ઘટના, પતિના ત્રીજા લગ્નની જાણ થતા પત્નીનો આપઘાતનો પ્રયાસ, પતિ, સાસુ, સસરા વિરુદ્ધ નોંધાયો ગુનો

    રૂત્વીજ સોની અમદાવાદ : સંતાનમાં પુત્ર ઝંખતા એક પતિએ ત્રીજા લગ્નની તૈયારી કરતા પત્નીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારની ઘટનામાં પોલીસે પરિણીતાએ ઝેરી દવા ગટગટાવતા સાસરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

    બનાવની વિગત એવી છે કે અમદાવાદાના ચાંદખેડાના મોટેરા વિસ્તારમાં રહેતી 27 વર્ષની એક પરિણીતાનું લગ્ન વર્ષ 2013માં પોતાના સમાજના અને કેટરીંગનો વ્યવસાય ધરાવતા ઘનશ્યામ ભાઈ મગનભાઈ માલી સાથે થયું હતું. અગાઉ ઘનશ્યાભાઈનું આ બીજું લગ્ન હતું અને તેમને સંતાનમાં પ્રથમ પત્ની થકી બે દિકરીઓ હતી. પરિણીતાના ફરિયાદ મુજબ લગ્નના બે ત્રણ વર્ષ બાદ સાસરિયા અને પતિ તરફથી સંતાનમાં પુત્રની ઝંખના વ્યક્ત કરવામાં આવતી હતી. પતિ અને સાસરિયા દ્વારા પુત્ર પ્રાપ્તની ઝંખનાએ અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી માર મારવામાં આવતો હતો.

    આ પણ વાંચો : તબિયત ખરાબ હોવાથી પત્નીએ સુહાગરાત મનાવવાનો ઇન્કાર કરતા પતિએ માર માર્યાની ફરિયાદ

    પરિણીતાના ફરિયાદ મુજબ સાસરિયા સંતાન પ્રાપ્તી માટે તેની પાસેથી પૈસાની માગણી કરી અને પુત્ર પ્રાપ્ત થાય તેવી દવા કરાવવા માટે દબાણ કરતા હતા જેનાથી કંટાળી તે છેલ્લા એક વર્ષથી પિયરમાં જતી રહી હતી. જોકે પતિ ત્રીજુ લગ્ન કરવાની તૈયારી કરી રહ્યાં હોવાનું પત્નીના જાણમાં આવતા તેણે ગત 1 મેના રોજ જીવ જંતુ મારવાની ગોળીઓ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

    આ ઘટનામાં પોલીસે પરિણીતાના ફરિયાદના આધારે પતિ ઘનશ્યામ ભાઈ માલી, સસરા મગનભાઈ માલી અને સાસુ વિમલા બેન માલી રહે ક્રીષ્ના બંગલો મોટેરા વિરુદ્ધ આઈપીસીની કલમ 498-એ અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 3,7 અંતર્ગત ગુનો નોંધી તપાસ હાધ ધરી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Domestic Violance, Sucide, Woman, અપશબ્દ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन