Home /News /gujarat /

માનવતા મરી પરવારી? અમદાવાદની જાણીતી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ વૃદ્ધાની પાંચ તોલાની બંગડીની થઇ ચોરી

માનવતા મરી પરવારી? અમદાવાદની જાણીતી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ વૃદ્ધાની પાંચ તોલાની બંગડીની થઇ ચોરી

પ્રતીકાત્મક તસવીર

Ahmedabad news: 87 વર્ષીય વૃદ્ધાને શ્વાસની તકલીફ થતા બેભાન થઈ ગયા હતા. જેથી તેમના દીકરાએ તેમને તાત્કાલિક શ્યામલ ચાર રસ્તા પર આવેલી નામાંકિત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા

અમદાવાદ: શહેરના (Ahmedabad news) આનંદ નગર વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં માનવતા મારી પરવારી હોય તેવો બનાવ સામે આવ્યો છે. આઇ સી યુમાં દાખલ વૃદ્ધાએ પહેરેલી બે બંગડીઓની ચોરીનો બનાવ સામે આવ્યો છે.  87 વર્ષીય વૃદ્ધાને શ્વાસની તકલીફ થતા બેભાન થઈ ગયા હતા. જેથી તેમના દીકરાએ તેમને તાત્કાલિક શ્યામલ ચાર રસ્તા પર આવેલા પારેખ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. આ દરમિયાન વૃદ્ધાએ પહેરેલા રૂ. 2 લાખના પાંચ તોલાની સોનાની બંગડી કોઈ શખ્સે ચોરી કરી લીધી હતી. આ અંગેની જાણ વૃદ્ધાના દીકરાને થતા તેણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

સેટેલાઈટમાં રહેતા 60 વર્ષીય સુભાષભાઈની માતા કંચના બહેનને શ્વાસની તકલિફ હોવાથી અચાનક બેભાન થઈ ગયા હતા. જેથી તેમને શ્યામલ ચાર રસ્તા પાસે આવેલ પારેખ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. કંચના બહેનને સારવાર અર્થે આઈસીયુ વોર્ડમાં  લઈ જવામાં આવ્યા હતા અને સારવાર ચાલી રહી હતી.

આ પણ વાંચો - અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં મહિલાની દાદાગીરી, 'મારા ભાઈને પકડ્યો છે, હવે તમે કેવી રીતે નોકરી કરો છો તે હું જોવ છું'

સવારના સમયે સુભાષભાઈ જ્યારે તેમની માતાને મળવા માટે આઈસીયુ વોર્ડમાં ગયા ત્યારે માતાએ પહેરલા પાંચ તોલા સોના ની બે બંગડી ઓ તેમના શરીર પર ન હતા જેથી હોસ્પિટલના સ્ટાફને આ અંગેની પુછપરછ કરતા કોઈને રૂ . 2 લાખના સોના-ચાંદીના દાગીનાની જાણ ન હતી.

આ પણ વાંચો - દમણ નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સિપાલની હત્યાનો ઉકેલાયો ભેદ, લાખોનું કૌભાંડ છૂપાવવા એકાઉન્ટન્ટે જ કરી નિર્મમ હત્યા

આ દરમિયાન સુભાષભાઈને જાણવા મળ્યુ હતુ કે, તેમની માતા બેભાન હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેમની માતાના શરીર પર પહેરેલા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયુ હતુ. આ અંગે સુભાષ ભાઈએ હોસ્પિટલ ના એચ આઇ ડિપાર્ટમેન્ટ ને પણ અવાર નવાર જાણ કરી હતી. જો કે અંતે પોલીસ ને જાણ કરતા પોલીસ એ હાલ માં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ચોરી

આગામી સમાચાર