ગોધરા: બસમાં ડોક્ટરે કરાવ્યો બાળકીનો જન્મ, નામ આપ્યું વાહિની

શહેરમાં આજે વહેલી સવારે શારદાબહેન હોસ્પિટલ સામે કોઇ અધુરા મહિને જન્મેલી બાળકી તરછોડીને જતુ રહ્યું હતું.

 • Share this:
  ગોધરામાં માનવતાને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. કાલે રાજપીપળાથી ફતેપુરા જતી એસટી બસમાં પાદરાથી બેઠેલી એક મહિલાને ચાલુ બસમાં જ પ્રસવ પીડા ઉપડતા ડોક્ટરે દીકરીનો જન્મ કરાવ્યો છે.

  દાહોદ જિલ્લાના ઝાલોદ નજીકના નાનકડા ગામડાનો શ્રમજીવી પરિવાર મજૂરી અર્થે પાદરા ગયો હતો. તેઓ મહિલાની ડિલિવરીનો સમય નજીક આવતા પોતાના માદરે વતન જઇ રહ્યાં હતા. જ્યાં મહિલાને બસમાં જ પ્રસવ પીડા ઉપડતા બધા મુસાફરો સહિત પરિવાર પણ હેબતાઇ ગયું હતું. બસના મુસાફરોએ મહિલાને મદદ કરતાં બસને સીધી ગોધરા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પરંતુ બસ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ મહિલાને પ્રસવ પીડા વધારે થઇ હતી. જેના કારણે મુસાફરોએ હોસ્પિટલમાં જઇને ગોધરા સિવિલ હોસ્પિટલના મુખ્ય તબીબ અધિકારી ડો. એમ.જી. પીસાગર પાસે મદદ માંગી હતી.

  બસમાં કરાવ્યું ઓપરેશન

  પ્રસવ પીડા અત્યંત હોવાના કારણે મહિલાને હોસ્પિટલમાં લઇ જઇ શકાય તેમ ન હતી અને બાળકનું થોડુ માથુ પણ બહાર આવી ગયું હતું. જેના કારણે ડોક્ટરે તેમના સ્ટાફ સાથે લીલો પડદો નાંખીને બસમાં જ ડિલીવરી કરાવી હતી.

  સ્ટાફ નર્સ, ચેતના પટેલના જણાવ્યાં પ્રમાણે, બસમાં એક મહિલા ને પ્રસવ પીડા ઉપડી હતી અને તેને હોસ્પિટલમાં લાવી શકાય તેમ નહોતી ત્યારે અમે તાત્કાલિક બસમાં જઈને ડિલિવરી કરાવી હતી.

  નામ આપ્યું વાહિની 

  મહિલાનું બસમાં ઓપરેશન કરનાર ગોધરા સિવિલ હોસ્પિટલ, સિવિલ સર્જન, એમ.જી પીસાગરે જણાવ્યું કે હું હોસ્પિટલમાં મારું કામ પતાવીને બેઠો હતો તે દરમિયાન અચાનક બસના મુસાફરો આવ્યા અને મને જણાવ્યું કે બસમાં એક બેનને પ્રસવ પીડા ઉપડી છે અને બાળકનું માથું બહાર આવી ગયું છે જેના કારણે હોસ્પિટલમાં લાવી શકાય એમ નથી. તો તરતજ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર હું મારા સ્ટાફ સાથે દોડીને બસમાં જ ડિલિવરી કરાવી અને માતા અને બાળકીના જીવ બચાવ્યાં. જન્મ લેનાર બાળકી છે એટલે મેં આ શ્રમજીવી પરિવારને વિંનતી કરી છે કે વાહનમાં જન્મ થયેલ બાળકીનું નામ વાહિની રાખજો.

  સ્ટોરી:  હર્ષદ મહેરા
  Published by:Kaushal Pancholi
  First published: