Home /News /gujarat /અમદાવાદ : 'તારી કમર દિશા પટણી જેવી છે' કહીને નરાધમે યુવતીની કમર પકડી લીધી

અમદાવાદ : 'તારી કમર દિશા પટણી જેવી છે' કહીને નરાધમે યુવતીની કમર પકડી લીધી

યુવતી સોસાયટીના જિમમાં કસરત કરીને પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે નરાધમે લિફ્ટમાં તેની કમર પકડી લીધી.

યુવતી સોસાયટીના જિમમાં કસરત કરીને પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે નરાધમે લિફ્ટમાં તેની કમર પકડી લીધી.

    અમદાવાદ : શહેરના બોપલ (Bopal Area)વિસ્તારમાં મહિલા સશક્તિકરણની વાતોને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. બોપલમાં રહેતી એક યુવતીએ તેની જ નજીકમાં રહેતા એક નરાધમ સામે ફરિયાદ (Police Complaint) નોંધાવી છે. યુવતીનો આરોપ છે કે ફેબ્રુઆરી 2020માં પ્રથમ અઠવાડિયામાં યુવતી જ્યારે જિમમાંથી ઘરે પરત જઈ રહી હતી તે દરમિયાન આ નરાધમ તેની સાથે લિફ્ટમાં આવ્યો હતો.

    નરાધમે તેની કમર પકડીને કહ્યું હતું કે તારી કમર દિશા પટણી જેવી છે. આવું કહીને તેણે યુવતીના પેટ પર પણ હાથ ફેરવ્યો હતો. એ સમયે યુવતીએ બદનામીના ડરથી આ બાબતની જાણ કોઈને કરી ન હતી. ત્યાર બાદ યુવતીએ બે-ચાર દિવસ માટે ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું. જોકે, આ નરાધમે તેની આવી હરકતો ચાલુ જ રાખી હતી. યુવતીનું ઘર નરાધમની બાજુમાં જ હોવાથી જ્યારે પણ મોકો મળતો ત્યારે નરાધમ તેની સામે ગંદા ઇશારા કરતો હતો.

    યુવતીના ઘરે પહોંચી ગયો નારધમ

    યુવતીએ આ અંગે કોઈને જાણ ન કરતા નરાધમની હિંમત વધી હતી અને તે યુવતીના ઘરે પહોંચી ગયો હતો. ઘરે જઈને તે યુવતીને કહેવા લાગ્યો કે, તું મારી સાથે કેમ બોલતી નથી? મને ગમતું નથી. આટલું કહીને તે ત્યાંથી જતો રહ્યો હતો. અંતે યુવતીએ તેના પતિ અને પાડોશીને આ બાબતની જાણ કરી હતી. જે બાદમાં તમામ લોકો નરાધમની પત્નીને મળવા પહોંચ્યા હતા.

    આ પણ વાંચો : પ્રૅગનેન્ટ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ડૉક્ટર અને હૉસ્પિટલ સ્ટાફ ફરાર

    આ સમયે નરાધમની પત્નીએ તેનો પતિ આવું ન કરે તેમ કહીને આ વાત અવગણી હતી. જે બાદમાં 19મી મેના રોજ આરોપી યુવકનો તેના પાડોશી સાથે ઝઘડો થયો હતો. આ સમયે આરોપીની પત્નીએ યુવતીને કહ્યું હતું કે આ બધુ તારા કારણે થાય છે. આ સમયે નરાધમે યુવતી સામે ગંદા ઈશારા પણ કર્યા હતા અને તેના શર્ટના કોલર ઊંચા કર્યાં હતાં. આ મામલે યુવતીએ આખરે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    " isDesktop="true" id="983712" >
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો