પાવાગઢમાં સેલ્ફી લેવા જતાં મહિલા 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, મોત

News18 Gujarati
Updated: September 2, 2019, 8:56 AM IST
પાવાગઢમાં સેલ્ફી લેવા જતાં મહિલા 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, મોત
મૃતક વિનિતા સોલંકીની અંતિમ તસવીર

પુત્રીની માનતા પુરી કરવા માટે મધ્યપ્રદેશના ખાદલા તાલુકાનો પરિવાર પાવાગઢ આવ્યો હતો.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : યાત્રાધામ પાવાગઢમાં ખીણમાં પટકાવાથી અનેક લોકોના મોત થયા હોવા છતાં યાત્રાળુઓ સાવચેતી વર્તતાં નથી. ગઈકાલે મધ્યપ્રદેશથી આવેલા એક પરિવારની મહિલા પણ સેલ્ફી લેવાના ચક્કરમાં 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. પગ લપસવાના કારણે ખીણમાં ખાબકેલી વિનિતા સોલંકીનું મોત નીપજ્યું હતું.

બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના થાદલા તાલુકાના ખજૂરી ગામનો સોલંકી પરિવાર પુત્રી આરોહીની માનતા પુરી કરવા માટે મહાકાળી માતાના દર્શને રવિવારે પાવાગાઢમાં આવ્યો હતો. વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠેલા પાવાગઢનો નજારો સેલ્ફી દ્વારા કંડારી લેવા માટે આ પરિવારે અનેક તસવીરો ખેંચી હતી. દરમિયાન મૃતક વિનિતા અને તેના પતિ દિપક સોલંકી ખીણ પાસે ઉભી અને સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે અચનાક જ વિનિતાનો પગ લપસી જતાં તે ખીણમાં ખાબકી હતી.

આ પણ વાંચો :  રાજકોટમાં સવારે 7 વાગ્યા સુધી ધોધમાર 7 ઇંચ વરસાદ ખાબક્યો, મહિલા કોલેજ અંડર બ્રિજ બંધ કરી દેવાયો

ઘટનાની જાણ થતાં જ બાલોલ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધર્યુ હતું. જોકે, ખીણમાં ખાબકેલી 25 વર્ષીય વિનિતા મોતને ભેંટી હતી. અગાઉ પણ આ ખીણમાં ખાબકવાથી કેટલાય લોકો મોતને ભેટ્યાં છે. સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો જીવ ગુમાવી રહ્યા હોવાની ઘટના અવારનવાર બનતી હોવા છતાં લોકો સાવધાની રાખતાં નથી અને અંતે જીવ ગુમાવવાનો વારો આવે છે. ઘટના બાદ મૃતકની લાશને રેસ્ક્યૂ કરી અને પોસ્ટમૉર્ટમની તજવીજ હાથ ધરાઈ હતી. પરિવારની મહિલાનું મોત થતાં ખજૂરીના સોલંકી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

 
First published: September 2, 2019, 8:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading