'હું સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર છું, તું મને હેરાન કરે છે એવી બૂમાબૂમ કરીશ,' માસ્ક ન પહેરનાર મહિલાએ પોલીસને આપી ધમકી

'હું સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર છું, તું મને હેરાન કરે છે એવી બૂમાબૂમ કરીશ,' માસ્ક ન પહેરનાર મહિલાએ પોલીસને આપી ધમકી
પ્રતિકાત્મક તસવીર

મહિલાએ પણ ગુસ્સામાં આવી પોલીસને 'હું સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર છું, ચલ હટ જો તું મને નહીં જવા દે તો હું તને ઝાપટ મારી દઈશ અને તું મને હેરાન કરે છે' તેમ કહી બૂમાબૂમ કરી પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું

  • Share this:
અમદાવાદ : શહેરની સોલા પોલીસ માસ્ક ન પહેરનારા લોકો સામે કાર્યવાહી કરી રહી હતી. તે દરમિયાન નિરમા યુનિવર્સિટી પાસે ડસ્ટર કાર લઇને નીકળેલા એક પુરુષ અને મહિલાએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. બંને લોકોએ 'દંડ નહીં ભરું તમે ખોટી લુખ્ખાગીરી કરો છો, તમારાથી જે થાય તે કરી લો હું દંડ તો નહીં જ ભરું' એવું કહી પોલીસ સાથે માથાકૂટ કરી હતી.

આ દરમિયાન ગાડીમાં બેઠેલી મહિલાએ પણ ગુસ્સામાં આવી પોલીસને 'હું સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર છું, ચલ હટ જો તું મને નહીં જવા દે તો હું તને ઝાપટ મારી દઈશ અને તું મને હેરાન કરે છે' તેમ કહી બૂમાબૂમ કરી પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. તે મામલે પોલીસે બંને લોકો સામે ગુનો નોંધી બંનેની અટકાયત કરી હતી.



કચ્છમાં મંદિર અને દરગાહ છે આજુબાજુમાં, આ સ્થળ ઓળખાય છે મિયા મહાદેવના મંદિરના નામે

સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક કપિલ કુમાર તેમના સ્ટાફના લોકો સાથે નિરમા યુનિવર્સિટી ચાર રસ્તા પાસે નાકાબંધી પોઈન્ટ ઉપર હતા. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માસ્ક નહીં પહેરનારા લોકોને પકડી તે લોકોને મેમો આપી રહ્યા હતા. ત્યારે વૈષ્ણોદેવી સર્કલ તરફ જતા રોડ ઉપરથી એક સફેદ કલરની ડસ્ટર ગાડી પસાર થતી હતી. ગાડીના ચાલકની પાછળની સીટમાં બેઠેલા એક બહેને માસ્ક પહેર્યું ન હતું. જેથી આ ગાડીને રોકી માસ્ક નહિ પહેરવા બાબતે દંડ ભરવા તેઓને જણાવ્યું હતું.

અમદાવાદ : વ્યાજખોરોને કોરા ચેક આપવા યુવાનને ભારે પડ્યા, ચેતવણીરૂપ કિસ્સો

ત્યારે ગાડીમાં બેઠેલી મહિલા રીટાબેન કનુભાઈ પટેલ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી આવી હતી અને ગાડીના ચાલક પણ ગુસ્સામાં આવી જઇ પોલીસ સાથે  ઝઘડો કરવા લાગ્યા હતા અને કહ્યું હતું કે 'હું દંડ નહીં ભરું, તમે ખોટી લુખ્ખાગીરી કરો છો, તમારાથી જે થાય તે કરી લો, હું દંડ તો નહીં જ ભરું'. આ દરમિયાન ગાડીમાં બેઠેલી મહિલાએ પણ અચાનક ગુસ્સામાં આવી રોડ પર જોરજોરથી બૂમો પાડવા લાગી હતી અને કહ્યું કે 'હું સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર છું, ચલ હટ, જો તું મને નહી જવા દે તો હું તને ઝાપટ મારી દઈશ અને તું મને હેરાન કરે છે' આમ કહી બંને બુમાબુમ કરવા લાગ્યા હતા.

જેથી હાજર પોલીસ કર્મચારીએ ઉચ્ચ અધિકારીઓને આ બાબતે જાણ કરી હતી. જેથી પોલીસે આ અંગે પારિતોષ ભાઈ કનુભાઈ પટેલ અને રીટાબેન કનુભાઈ પટેલ સામે ગુનો નોંધી બંનેની અટકાયત કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:November 28, 2020, 14:24 pm

टॉप स्टोरीज