Home /News /gujarat /મોદી તો બોલાવ્યા વગર જ પાકિસ્તાન દોડી ગયા હતાઃ શક્તિસિંહ ગોહિલ

મોદી તો બોલાવ્યા વગર જ પાકિસ્તાન દોડી ગયા હતાઃ શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આજે દિલ્હીમાં બેઠક થઇ હતી. જેમાં દેશના તમામ રાજ્યોના અધ્યક્ષ, પ્રભારપીઓ હાજર રહ્યા હતા.

    2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ પક્ષો સ્થાનિક લેવલે તૈયારીઓ કરવા લાગી છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ પોતાના પડઘો પાડવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે સાથે બેઠકોનો દોર પણ શરૂ થઇ ગયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આજે દિલ્હીમાં બેઠક થઇ હતી. જેમાં દેશના તમામ રાજ્યોના અધ્યક્ષ, પ્રભારપીઓ હાજર રહ્યા હતા. ગુજરાતથી કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષ નેતા, પરેશ ધાનાણી અને શક્તિસિંહ ગોહિલ બેઠકમાં હાજર રહ્યા હતા.

    બેઠક બાદ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપના ભ્રષ્ટાચારને લઇને ચર્ચા થઇ છે. અને જનતા વચ્ચે ખૂલાસો કરીશું. બેઠકમાં જનતા વચ્ચે જવાનો કાર્યક્રમ નિશ્વિત થયો છે. બેઠકમાં હાજર રહેલા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ મોદી ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે, નવજોત સિંહ સિદ્ધુને બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ પાકિસ્તાન ગયા છે. વડાપ્રધાન મોદી બોલાવ્યા વગર જ નવાઝ શરીફના ત્યાં પહોંચી ગયા હતા.

    રાહુલ ગાંધી સાથે બેઠક કર્યા બાદ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં મળેલી બેઠકામાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા થઇ હતી. સાથે સાથે ભાજપના ભ્રષ્ટાચારને લઇને પણ ચર્ચા થઇ છે. જે અંગે જનતા વચ્ચે ખૂલાશો કરવાની પણ ચર્ચા થઇ હતી. બેઠકમાં જનતા વચ્ચે જવાનો કાર્યક્રમ પણ નક્કી થયો છે. લોકોના સવાલોને લઇને ગુજરાતમાં જનસંપર્ક અભિયાન પણ ચલાવવાનું ચર્ચાયું હતું. લોકોના પ્રશ્નોને જાણવા માટે ઘર ઘર સુધી જઇશું.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રત્યેક 26 સીટો ઉપર માઇક્રો પ્લાનિંગ થઇ રહ્યું છે. આ ઉપરાંત કેરળના પૂર ઉપર પણ બેઠકમાં ચર્ચા થઇ છે. અને કોંગ્રેસ કેરળના લોકોની મદદ કરશે એવું નક્કી થયું છે.

    પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાનનો આજે પદવીદાન સમારંભ હતો. જેમાં પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાન ગયા છે અને પાકિસ્તાન આર્મી જનરલને ગળે મળ્યા હતા. આ અંગે આ રાહુલ ગાંધી સાથે બેઠક કર્યા બાદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપ કારણ વગર જ આને મુદ્દો બનાવી રહી છે. નવજોત સિંહ સિદ્ધુને બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ પાકિસ્તાન ગયા છે. વડાપ્રધાન મોદી બોલાવ્યા વગર જ નવાઝ શરીફના ત્યાં પહોંચી ગયા હતા.

    શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, બેઠકમાં કેરળના પૂરગ્રસ્ત લોકો માટે કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદો પોતાની સેલેરી આપીને આર્થીક મદદ કરશે. કોંગ્રેસ કાર્યકર્તા ત્યાં પહોંચીને પૂર પીડિતોને મદદ કરશે. કોંગ્રેસ દરેક સંભવ મદદ કરવાની ચર્ચા પણ બેઠકમાં થઇ હતી.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Amit Chavda, Shaktisinh gohil, ગુજરાત, નરેન્દ્ર મોદી, પીએમ મોદી, ભારત, રાહુલ ગાંધી, વડાપ્રધાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन