Home /News /gujarat /

ગુજરાતમાં ઠંડીના ચમકારામાં આંશિક વધ-ઘટ, 9.3 ડિગ્રી સાથે નલીયામાં સૌથી વધુ ઠંડી

ગુજરાતમાં ઠંડીના ચમકારામાં આંશિક વધ-ઘટ, 9.3 ડિગ્રી સાથે નલીયામાં સૌથી વધુ ઠંડી

પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે ક્યાંક આંશિક વધારો તો ક્યાંક આંશિક ઘટાડો જોવા મળ્યો છે.

    અમદાવાદ, ન્યૂઝ18 ગુજરાતીઃ  ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે ક્યાંક આંશિક વધારો તો ક્યાંક આંશિક ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં બે દિવસના કોલ્ડવેવની આગાહી બાદ ફરી તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. પવનના ઠંડા સુસવાટા વચ્ચે 9.3 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે વલસાડનું તાપમાન 9.6 ડિગ્રી, કંડલા એરપોર્ટ અને ડીસાનું તાપમાન 9.8 ડિગ્રી, વડોદરા 11.2, ગાંધીનગર 11.4 તેમજ અમદાવાદમાં તાપમાન 12.7 ડિગ્રી રહ્યું હતું.

    દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તાપમાનમાં થઇ રહેલા ફેરફાર વચ્ચે સુરત શહેરમાં દિવસનો પારો એક ડિગ્રી ઘટ્યો હતો. જ્યારે રાત્રિનો પારો એક ડિગ્રી વધ્યો હતો. મહત્વનું ચે કે ગુરુવારે સુરતમાં ભેજનું પ્રમાણ 27 ટકા જેટલું નીચું રહ્યું હતું. તેમજ પવન ઉત્તર પૂર્વના પ્રતિ કલાક છ કિલો મીટરની ઝડપના રહ્યા હતા. બીજી તરફ નવસારીમાં 10.00 ડિગ્રીની ઠંડી યથાવત રહી હતી.

    આ પણ વાંચોઃ-સુરતઃ હજીરામાં ત્રણ વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડી નરાધમ ફરાર

    જ્યારે હવામાન વિભાગના અનુસાર એક સાથે બે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ આગામી બે દિવસમાં પશ્વિમી હિમાલચ અને તેને અડીને આવેલા કાશ્મીરને અસર પહોંચાડશે.

    આ પણ વાંચોઃ-કડવી વાસ્તવિક્તા : ગુજરાતમાં એક વર્ષમાં ફક્ત 5777ને જ સરકારી નોકરી મળી

    આ સંજોગોમાં દેશભરમાં ફરીથી કાતિલ ઠંડી છવાયેલી રહેશે. જ્યારે આગામી બે દિવસ કાશ્મીરમાં ભારે સ્નોફોલની આગાહી થઇ છે. પશ્વિમ ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં 13મીથી ફરી ઠંડી ઉપાડો લે એવી આગાહી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: NALIYA, Winter, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन