અમદાવાદ: ગુજરાતીઓ હાલ ડબલ સિઝનનો (double season in Gujarat) અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં રાત્રે ઠંડીનો (Gujarat winter) ચમકારો અને દિવસે ગરમીથી ડબલ સિઝન અનુભવાય છે. હવામાન વિભાગની (weather forecast) આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન 4 ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થઇ શકે છે. નોંધનીય છે કે, ઉત્તર ભારતમાં પણ હવે ઠંડી ધીરે ધીરે વધી રહી છે.
નલિયામાં પણ તાપમાન 15 ડિગ્રીએ પહોંચ્યુ
અમદાવાદમાં ગુરૂવારે દિવસ દરમિયાન 34.1 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આ સાથે અમદાવાદમાં 14.1 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આગામી ૩ દિવસ અમદાવાદમાં 15થી 17 ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ગુરૂવારે નલિયામાં 15.2, વડોદરા-ડીસામાં 15.4, રાજકોટમાં 16, ભાવનગર-ભૂજમાં 18, સુરતમાં 20 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ગાંધીનગરમાં જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પ્રથમ વખત 7 ડિગ્રી લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. 23 નવેમ્બરે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. ત્યાર બાદ 25 નવેમ્બરે 12 ડિગ્રી થઈ ગયું હતું
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની પણ કરી આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મીડિયા સાથેની વાચચીતમાં આગાહી કરતા જણાવ્યુ છે કે, ડિસેમ્બરની શરૂઆતમાં થતા ચક્રવાત દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવતા હોવા છતાં આ હવાના હળવા દબાણની અસરથી વાદળો લગભગ દેશના ઘણા ભાગોમાં આવી શકે. ગ્રહો પ્રચંડ નાડીમાં છે એટલે હવાના હળવા દબાણો સર્જાતા રહેશે અને આ દબાણના લીધે દેશના ઘણા ભાગોમાં માગશર માસની શરૂઆત સુધીમાં ભારે માવઠું થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠાની સંભાવના પિશ્ચિમી વિક્ષેપ આવતા નથી તેથી ઠંડી પણ નથી, ડિસેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. હજુ પણ ડિસેમ્બર માસમાં પણ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થશે અને રાજ્યના ભાગોમાં ભારે માવઠાં થવાની શક્યતા રહેશે.
નોંધનીય છે કે, શ્રીનગરમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. ગઈ રાતે સિઝનની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. આ દરમિયાન તાપમાન માઈન 2.3 ડિગ્રી નોંધાયું હતું. પંજાબ, હરિયાણા અને ઉત્તરીય રાજસ્થાનના કેટલાક ભાગોમાં શીતલેહરની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ પણ જાહેર કરી દીધી છે.
હવામાન વિજ્ઞાાનીઓના જણાવ્યા મુજબ, દિલ્હીમાં હજુ શીતલહેરની અસર જોવા મળશે નહીં. જોકે, દિલ્હી ઠંડી વધવાનું શરૂ થયું છે. અહીં તાપમાન 8થી 9 ડિગ્રી ઘટવાની આશંકા છે, જે સામાન્ય કરતાં 3થી 4 ડિગ્રી ઓછું છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડી ધીમે ધીમે વધવા લાગશે.