Home /News /gujarat /

ઠંડીનો ચમકારો: ડિસામાં ત્રણ વર્ષનો રેકોર્ડ તોડી તાપમાન 7.2 ડિગ્રી

ઠંડીનો ચમકારો: ડિસામાં ત્રણ વર્ષનો રેકોર્ડ તોડી તાપમાન 7.2 ડિગ્રી

પ્રતિકાત્મક તસવીર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી હિમાલયમાં થયેલી હિમવર્ષાથી કાતિલ ઠંડા પવનો અને હિમ વર્ષા શરુ થઈ ગઈ છે. જેના પગલે ગુજરાત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી હિમાલયમાં થયેલી હિમવર્ષાથી કાતિલ ઠંડા પવનો અને હિમ વર્ષા શરુ થઈ ગઈ છે. જેના પગલે ગુજરાત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા બે દિવસથી રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ડીસામાં ઠંડીએ છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ડીસામાં ત્રણ વર્ષ પછી ઠંડીનો પારો 7.2 ડિગ્રી સુધી નીચે આવ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતને અડીને આવેલા પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં પણ કેટલાક વિસ્તારોમાં બરફ જામ્યો છે. માઉન્ટ આબુમાં શૂન્ય ડિગ્રી તાપમાન રહ્યું છે.

  રાજ્યમાં ફરી એક વાર આકરી ઠંડીનો દોર શરૂ થયો છે. લઘુત્તમ તાપમાનનોપારો તો ગગડ્યો હતો પરંતુ મહત્તમ તાપમાન પણ નીચું ઉતરી જતાં ઠંડી વધુ અનુભવાઇ હતી. આગામી ત્રણ દિવસ સુધી હજી રાજ્યમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગાંધીનગર બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ અમદાવાદ સહિતના પ્રદેશોમાં શીત લહેર જોવા મળશે.

  રવિવારે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 9.1 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 23.5 ડિગ્રી નોંધાતા હાડ થિજવતી ઠંડીનો અહેસાસ થયો હતો. કાતિલ પવન ફૂંકાતા લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. નલિયામાં 7 ડિગ્રી, ડીસામાં 7.2 ડિગ્રી, અમદાવાદમાં 9.1 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનાં સામાન્ય કરતાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. તેમજ મહત્તમ તાપમાન સરેરાશ 28થી 30 ડિગ્રી રહેતું હોય છે જેની સામે પારો ગગડતાં 23.5 ડિગ્રી નોંધાયો હતો.

  આ પણ વાંચોઃ-વૈષ્ણોદેવી નજીક ગુજરાતની બસને અકસ્માત, બે NRGના મોત, 24 ઈજાગ્રસ્ત

  બીજી તરફ ગ્રહોની સ્થિતિ અને ભૌગોલિક સ્થિતિ જોતા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કોલ્ડવેવ રહેશે. ખાસ કરીને આજે 28ના રોજ ઠંડી વધી શકે છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી જઇ શકે છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ઠંડી વધી શકે છે. જૂનાગઢ-ગિરનાર પર પણ ઠંડી વધી શકે છે. જૂનાગઢ-ગિરનાર ઉપર પણ ઠંડી વધી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. તા.30-31 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બરન્સ આવવાની શક્યતા છે તેના કારણે વાદળો છવાતા ઠંડી ઘટી શકે છે.

  આ પણ વાંચોઃ-Ind vs NZ, 3rd ODI: ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

  ઉત્તર ભારતની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી હિમાલયમાં થયેલી હિમવર્ષાથી કાતિલ ઠંડા પવનો અને હિમ વર્ષા શરુ થઈ ગઈ છે. જેના કારણે પ્રવાસન સ્થળો પર હિમવર્ષા થતા સહેલાણીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. નૈનિતાલમાં પડી રહેલી હિમવર્ષાને કારણે તમામ સહેલાણીઓએ વાતાવરણનો લુફ્ત ઉઠાવ્યો હતો. સતત ઘટતા જતા તાપમાનને કારણે થઈ રહેલી હિમવર્ષાથી નૈનિતાલ સહેલાણીઓથી ઉભરાઈ ગયું છે.. અને ચોતરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Cold Wave, Winter, અમદાવાદ, ઉત્તર ગુજરાત, ગુજરાત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन